૧૯ સપ્ટેમ્બર સુધી રામદેવપીર કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
મૂળીગામના ભોગાવા નદીના તટ પર આવેલ બાબા શ્રી રામદેવપીરના મંદિરે ૧૯ મા નેજા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિરના મહંત મુકુંદભાઇના માર્ગદર્શન હેઠળ બાબાના સેવકો ખુબ જહેમત ઉઠાવી રહયા છે આ પ્રસંગે તા.૧૦.૯.૧૮થી તા.૧૭.૯.૧૮ દરમ્યાન દરરોજ સવારે ૯.૦૦ થી૧૨.૦૦ અને બપોરે ૩.૦૦થી ૬.૦૦ કલાકે શ્રી રામદેવપીરની કથા નુ આયોજન કરવામા આવેલ છે
શ્રી દેવાનંદજીબાપુ પોતાની આગવી શૈલીમા કથામા આવતા અજમલ રાજાનીભકિત રામદેવપીરનુ પ્રાગટય સહીત કથામાઆવતા પ્રસંગોનુ સંગીતમય શૈલીમા રસપાન કરવામા આવશે તા.૧૮ ના રોજ ખત્રીપા વિસ્તારમાથી રામદેવપીરજીની ભવ્ય શોભાયાત્રા મૂળીગામના રાજમાર્ગો પરથી વાજતે ગાજતે નિકળશે૧૦.૦૦ કલાકે મંદિરે નેજા ચડશે અને મહાઆરતી અને પ્રસાદનુ અનેરુ આયોજન કરવામા આવેલ છે. રાત્રીના ૧૦ કલાકે નાંમાકિત કલાકારો દ્રારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે ભકતજનો નેજા મહોત્સવ દિપાવવા ખુબ જહેમત ઉઠાવી રહયા છે