વ્યાસપીઠ ઉપર રામદેવડા (રાજસ્થાન)નાં સ્વામીશ્રી મુલયોગી મહારાજ કથા મૃતજી રસપાન કરાવશે
ઉપલેટાના આંગણે આગામી ૧૦ થી ૧૬ ફેબ્રુઆરી સુધી કલા ભગત સમાધિ દ્રિશતાબ્દી મહોત્સવ કમીટી ઉપલેટા બગડુ, રાજકોટ દ્વારા શ્રી રામદેવપીર સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
કલાભગત ના બેસણા છે તે ઉપલેટા ની ધરતી કલા ભગત સમાધી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી રામદેવ પીર સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમનો શુભ આરંભ તા. ૧૧-ર ને સોમવારે નવ વાગે દાસાપંથી વાડી, જીરાયા પ્લોટ, યાદવ રોડ, ડોબરીયા શેરી મા થશે જે તા.૧૬-૨ ના શનિવારે પુર્ણાહુતિ કરવામાં આવશે.
શ્રીરામદેવપીર સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠ પર જુના રણુજા રામદેવડા, રાજસ્થાન વાળા શ્રી સ્વામી મુલયોગીરાજ રામદેવરા બિરરાજી પોતાની સુમધુર વાણીમાં કથામૃતનું રસપાન કરાવશે.
સોમવારે રાજા અજમલજી યજ્ઞ, શ્રી વિરમદેવ જન્મ, શ્રીહરિ ભૂલોક પ્રસ્થાન અજમલજીના ભવનમાં પ્રગટ થવું. વીરમદેવનો જન્મોત્સવ, દડાની રમત, ભૈરવ વઘ ડાલીબાઇ જન્મ કથા, રણુજા નગર સ્થાપના, વીરમદેવજી, રામદેવજીનું તિલક અને સાંજે ઘનશ્યામભાઇ મકવાણા, રેખાબેન અગ્રાવત અને ગોવિંદભાઇ આહિરના લોકડાયરો યોજાશે. તા.૧ર-ર ને મંગળવાર નેતલનો જન્મ, શ્રી રામદેવજી સાથે સગાઇ,બહેન સગુણાને લેવા જવું, શ્રી રામદેવજી વિવાદ સાંજે ધોરાજીના તોરણીયા ગામનું તકલેક તેજા ધારા રામા મંડળ તા.૧૩ ને બુધવારે જાતિવાદનું ખંડત, પાઠ સ્થાપન, સાધેરાજજીનો જન્મને સાંજે જામજોધપુર ની બાળાઓની પ્રખ્યાત મા-બાપને ભૂલશો નહી નાટક યોજાશે. તો. ૧૪ ને ગુરુવારે ડાલી બાઇએ રણુજા નગરને ત્યાગ દીધું, સમાધી ઘોષણા, સમાધી લેવા રણુજા રામ સરોવર પ્રસ્થાન,ડાલીબાઇનું સમાધી પ્રમાણને સાંજે રાજકોટનું પ્રખ્યાત રંગીલા ધુન મંડળનો અંધશ્રઘ્ધા વિશેનો કાર્યક્રમ તા.૧પને શુક્રવારે શ્રી રામદેવજી સમાધી લીધી વંશજો દ્વારા શુક્રવારે શ્રી રામદેવજી સમાધી લીધી વંશજો દ્વારા નિર્માણ થયું શ્રી રામદેવજી ના પરમ ભગત દરજી ભાટી (ક્ષત્રીય) નો જન્મ, દલા મહારાજ ને પુત્ર આપવો દલા મહારાજ દ્વારા બરાઠીયામાં વિશાળ મંદીરને સાંજે મનસુખભાઇ વસોયા ખીલોરાજા મંડળીનો હાસ્ય નો કાર્યક્રમ, તા.૧૬ ને શનિવારે શ્રી રામદેવ મહાયજ્ઞ, પાટ, પ્રસાદી, સપ્તાહ પુર્ણાહુતિ સાંજે મહાઆરતી અને આમંત્રિકો માટે મહાપ્રસાદ સાંજે પાટ પ્રસાદી ભજન કિર્તન કરી કથાને વિરામ આપવામાં આવશે. કથાનો સમય દરરોજ સવારે નવ થી બાર ને બપોરે ૩ થી ૬ રાખવામાં આવેલ છે. કથાનું સ્થળ ડોબરીયા શેરી દાસા પંથી વાડી યોજાશે.
તા.૧૪ ને ગુરુવારે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ભવ્ય બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવેલ છે તે આજના સયમમાં ધર્મની સાથે સામાજીક કરી મહોત્સવ કમીટીનું પ્રેરણા દાય કાર્યને બિરદાવવા લાયક છે.