લોકડાયરામાં રાજભા ગઢવી તથા અલ્પાબેન પટેલ ભાવિકોને રસ તરબોળ કરશે

અબતકનાક આંગણે આવલે રામદેવ સેવા મંડળે તેમના કાર્યક્રમ વિશે ચર્ચા કરતા જણાવ્યું હતુ કે રામદેવપીર મંદિર, મું. કોઠારીયા તા. જી. રાજકોટ કાગદડીના પાટીયેથી ૯ કી.મી. નેકનામથી ૪ કી.મી. કોઠારીયા નેકના રોડ રણુંજા ધામ કોઠારીયા ખાતે આવેલ રામદેવપીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવનકારી પ્રસંગોમાં પ્રથમ દિવસની ઉજવણી વિક્રમ સંવત અષાઢ સુદ ૧ તા. ૨૪ ને શનિવારે સવારે ૭ કલાકે હેમાંદ્રી દેહ શુધ્ધી, વિષ્ણુ પૂજન, દશર્વિધી સ્નાન, બપોરે ૨.૧૫ કલાકે દેવ જલા વિવાસ, સામૈયા, નગરયાત્રા, જલયાત્રા, દ્વિતિય દિવસની ઉજવણી વિક્રમ સંવત ૨૦૭૩ અષાઢ સુદ ૨ તા. ૨૫-૬ રવિવાર, સવારે ૭ કલાકે સૂર્યોદય વિધી, સંધ્યા વંદન, ગણેશ પૂજન, સવારે ૧૦ કલાકે યજ્ઞ ક્રિયા, વાસ્તુ યજ્ઞ, શિખર અભિષેક, બપોરે ૧૧.૧૫ કલાકે પ્રાણપ્રતિષ્ઠા, ઈંડુ , નેજો ચડાવો, બપોરે ૧૨.૪૫ કલાકે પૂર્ણાંહુતિ બપોરે ૧ કલાકે મહાઆરતી તથા મહાપ્રસાદ તા.૨૫ને રવિવારે બપોરે ૧૧.૩૦ કલાકે યોજાશે.

જેમાં આર્શીવચન કરતા પરમ પૂ.સંત વિજયબાપુ ગૂ‚ જીવરાજ બાપુ (સતાધાર), મહંત રાણીકદાસ બાપુ ગૂ‚શ્રી રામદાસ બાપુ (રણુંજા ધામ, કોઠારીયા), મહંત જયરામદાસ બાપુ ખોડીયાર ધામ, આશ્રમ, કાગદડી ધૂના (ધર્માચાર્ય પ્રમુખ) વિશ્ર્વ હિન્દુ પરિષદ, સૌરાષ્ટ્ર પરમ પૂ. શ્રી રઘુ ભગત રાજાબાપા, મુળા બાપાની જગ્યા દ્વારકા, જય ભાનુઆઈમાં જય બંધવાળા મેલડીમાં ખોખડદડ, પૂ. મોજે મસ્તરામ બાપુ ગૂ‚ રાજુરામ બાપુ, સિતારામ અન્નક્ષેત્ર વાલધરી, પૂ. મુકેશ ભગત ભવાન ભગત, રાણીમાં ‚ડીમાં જગ્યા કેરાળા, પૂ. શ્રી રામદાસ બાપુ ગૂ‚ કરશનદાસ બાપુ ખડખડ રણુંજા, પૂ. લવીંગગીરીબાપુ ગૂ‚ સોમનાથ ગીરી ધારી ગુંદારી આશ્રમ તથા ભવ્ય લોક ડાયરો તા.૨૪ શનિવારે સાંજે ૯ કલાકે સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધરાવતા સાહિત્યકાર તથા ભજનીક તથા ગીરનો સાવજ કહેવાતા રાજભા ગઢવી તથા અલ્પા પટેલ કોકીલ કંઠી ભજનીક રાજભા ગઢવીનું ગ્રુપ અને રામ સાઉન્ડ કોઠારીયા લોક ડાયરોનો લાભ લેવા જાહેર જનતાને રામદેવ સેવા મંડળ તથા સમસ્ત કોઠારીયા દ્વારા હાર્દિક આમંત્રણ છે.

આ કાર્યક્રમને સફળ કરવા રામદેવ સેવા મંડળ તથા સમસ્ત કોઠારીયા ગામ શ્રી નાનજીભાઈ ડોડીયા સરપંચ કોઠારીયાગામ, વલ્લભભાઈ રંગાણી તાલુકા પંચાયત સદસ્ય બાધાભાઈ ભરવાડ, રમેશભાઈ રંગાણી, ચંદુભા પરમાર ઉપપ્રમુખ બેડીપરા કારડીયા રાજપૂત મંડળ જયદીપસિંહ ડોડીયા, શ્રી બેડીપરા કારડીયા રાજપૂત મંડળ અગ્રણી, શૈલેષસિંહ પરમાર શ્રી બેડીપરા કારડીયા રાજપૂત મંડળ અગ્રણી કિશોરસિંહ રાઠોડ શ્રી બેડીપરા કારડીયા રાજપુત મંડળ અગ્રણી વગેરે લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.