- ઉછીના લીધેલા નાણાં પેટે નાના મવા રોડ પર મકાન લઇ દીધું બાદમાં તાળું તોડી કબ્જો જમાવ્યો
શહેરમાં વધુ એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. શિક્ષિકા પાસે પરિચિત શખ્સે કટકે કટકે રૂ. 1.07 કરોડ ઉછીના મેળવી લીધા બાદ નાના મવા રોડ પર લોન કરાવીને મકાન લેવડાવી લીધા બાદ મકાનમાં ગેરકાયદે કબ્જો કરી ખોટી સહીઓ કરીને લાઈટબિલ સહિતના કાગળો ઉભા કરી રૂ. 1 કરોડની ઠગાઈ આચરી લીધાનો બનાવ સામે આવતા તાલુકા પોલીસ મથકમાં રામદે કછોટ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મામલામાં ગોંડલના દેરડીકુંભાજીમાં રહેતાં નિર્મળાબેન રવજીભાઇ ગોળ (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રામદે માલદે કછોટ (રહે. જીવરાજ પાર્કે મેઈન રોડ, નાના મવા, મૂળ રેવદ્રા, કેશોદ) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ તેમના માતા લીલાવંતીબેન, બહેન અનીલાબેન સાથે રહે છે. આરોપી રામદે કછોટને છેલ્લા 17 વર્ષથી ઓળખે છે. આરોપી રામદે તેમના મોટા બહેન સરોજબેન સાથે ગોંડલ નુતન ક્ધયા વિધાલયમાં નોકરી કરતા હોય જેથી ફરીયાદી બહેન પાસે જતા ત્યારે તેઓ તેમને મળતા જેથી તેની સાથે પરિચય થયેલ હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી રામદે કછોટ ફરીયાદી અને તેમના મોટા બહેન સરોજબેનને વિશ્વાસમાં લઇ જરૂર પડે ત્યારે ત્રણ મહીનામાં પરત કરી દેવાના વચન સાથે વર્ષ- 2021 થી 2022 દરમ્યાન હાથ ઉછીના કટકે કટકે કુલ રૂ.1,07,25,000 લઇ ગયેલ હતો.જેમા રામદેને ફરિયાદીના પરીવારના સભ્યોના બેંક એકાઉન્ટ મારફતે રૂ.60.35 લાખ આરોપી તેમજ તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને બાકીના રોકડા આપેલ છે. વર્ષ 2022 માં ફરિયાદી બહેનોને વિશ્વાસમાં લઇ રોકાણ કરવા માટે સારૂ છે, તેમ કહીં નાના મવામાં સિલ્વર ગોલ્ડ સોસાયટી સામે રંગ રેસીડેન્સીમાં એક મકાન લેવડાવેલ હતુ.જેમાં હોમ લોન પણ કરાવેલ છે અને તેનો હપ્તો મહિને રૂ.31820 આવે છે જે ફરિયાદીના ખાતા માંથી કપાત થાય છે અને તેઓએ જે હોમ લોન લિધેલ હતી. તેમાંથી તા.28/04/2022 ના રૂ. 7 લાખ રોકડા ઉપાડી રામદેને હાથ ઉછીના આપેલ હતા અને તે પટેના હોમ લોનનો જે હપ્તો આવતો તે ભરતા હતા. હોમ લોનમાં તેઓએ આજ સુધી કુલ રૂ.7 લાખ ભરેલ છે. આરોપી રામદેને જે એક કરોડ રૂપિયા હાથ ઉછીના આપેલ તેની જરૂર પડતા આપેલ રૂપિયા પરત માંગતા ગલ્લા તલ્લા કરી તારીખ ઉપર તારીખ આપ્યા કરતો હતો.
બાદમાં આરોપી રૂપિયા પરત કરતા ન હોય જેથી ફરી તેને કહેતા ફરિયાદીના બહેન સરોજબેનના નામે પ્રોમિસરી નોટ કરી રૂ. 1 કરોડના ચાર ચેક આપેલ હતા. જે ચેક ખાતામાં નાખતા બાઉન્સ થયેલ હતા. જે બાબતનો કેસ કોર્ટમાં ચાલુ છે. તેમજ સાતેક મહિના પહેલા રાજકોટમાં ફરિયાદીનું મકાનનુ કામ ચાલુ હતુ અને કામ પુરૂ થયુ એટલે તાળુ મારી દિધેલ હતું. બાદમાં બે મહિના બાદ તેઓ પોતાના મકાને રાજકોટ આવતા મકાનનું તાળુ તોડી રામદે તેના પરીવાર સાથે ગેર કાયદેસર રીતે રહેવા લાગેલ હતા અને આ બાબતે તેઓ સાથે વાત કરતા સામા ધમકાવવા લાગેલ અને કહેવા લાગેલ કે, આ મકાન તો મારૂ છે, તેમ કહીં ઉધ્ધતાભર્યું વર્તન કરવા લાગેલ હતાં.
બાદમાં તપાસ કરતા જાણવા મળેલ કે, આ મકાનમાં રહેવા માટે અને માલિકી હકક ઉભો કરવા માટે તેને મકાનનું લાઇટ બીલ તથા મકાન વેરા બીલ ફરિયાદીના નામથી ખોટી સહી કરી કઢાવવામાં આવેલ તેમજ ખોટી સહી કરી પી.જી.વી.સી.એલ. તથા મહાનગરપાલિકાના વેરા બિલ ટ્રન્સફર કરાવેલ છે, અને તે પોતે તે બીલ અને વેરાઓ ભરે છે.જેથી રામદે કછોટે છેતરપીંડી કરી ફરિયાદીના માલિકીના રહેણાક મકાનમાં ગેરકાયદેસર અપ પ્રવેશ ગેર કાયદેસર રીતે કબ્જો કરી ઓળવી જવા માટે મકાનને પોતાનુ મકાન બતાવતા હોય તેમજ રૂપિયા પરત નહી કરી છેતરપીંડી કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ મકાન તો મારૂ છે કહી શિક્ષિકાને ધમકાવ્યા
આરોપી રૂપિયા પરત કરતા ન હોય જેથી શિક્ષિકાએ રામદે કછોટ સાથે વાત કરતા તેને કહેતા ફરિયાદીના બહેન સરોજબેનના નામે પ્રોમિસરી નોટ કરી રૂ. 1 કરોડના ચાર ચેક આપેલ હતા. જે ચેક ખાતામાં નાખતા બાઉન્સ થયેલ હતા. જે બાબતનો કેસ કોર્ટમાં ચાલુ છે. તેમજ સાતેક મહિના પહેલા રાજકોટમાં ફરિયાદીનું મકાનનુ કામ ચાલુ હતુ અને કામ પુરૂ થયુ એટલે તાળુ મારી દિધેલ હતું. બાદમાં બે મહિના બાદ તેઓ પોતાના મકાને રાજકોટ આવતા મકાનનું તાળુ તોડી રામદે તેના પરીવાર સાથે ગેર કાયદેસર રીતે રહેવા લાગેલ હતા અને આ બાબતે તેઓ સાથે વાત કરતા સામા ધમકાવવા લાગેલ અને કહેવા લાગેલ કે, આ મકાન તો મારૂ છે, તેમ કહીં ઉધ્ધતાભર્યું વર્તન કરવા લાગેલ હતાં.
ખોટી સહીઓ કરી લાઈટ બિલ અને વેરા બિલ પોતાના નામે ચડાવી દીધું
મકાનમાં રહેવા માટે અને માલિકી હકક ઉભો કરવા માટે રામદે કછોટે મકાનનું લાઇટ બીલ તથા મકાન વેરા બીલ ફરિયાદીના નામથી ખોટી સહી કરી કઢાવવામાં આવેલ તેમજ ખોટી સહી કરી પી.જી.વી.સી.એલ. તથા મહાનગરપાલિકાના વેરા બિલ ટ્રન્સફર કરાવી લીધા હતા અને તે પોતે તે બીલ અને વેરાઓ ભરે છે.