પતંગોની જેમ ખુરશી ઉડી જઈ શકે: ખુરશીની જાદૂગીરી: આપણા સમાજમાં, આપણા દેશમાં ખુરશીદાસોની લાંબી લાઈન: મુફલીશોને ખુરશીની લાલચ: માણસ મોટો કે ખુરશી?
દેશભરમાં ખુરશી-બચાવો અભિયાન: દેશભરમાં ખુરશી ઝૂંટવો ઝુંબેશ ખુરશીનો નશો ક્ષણભંગુર: “ચાર દિનકી ચાંદની ઓર ફિર અંધેરી રાત’ જેવો! ઘોર અંધકાર વખતે ખુરશી અદ્રશ્ય! ખુરશીની માલિકી કોઈની અને બેસનાર રોફ કરે! ખુરશીને ચાલ જતાં ન વાર; થોડા રે કરો અભિમાના, એક દિન પવન સે ચલે જાના!
આપણા દેશના લોકો ખુરશીઘેલા હોવાની બુમરાણ સારી પેઠે કાને પડે છે. અહી ખુરશીની રામાયણ પ્રવર્તે છે. ખુરશીનું મહાભારત પણ પ્રવર્તે છે. અને ખુરશી-ગીતા પણ છે, છે, ને છે જ.
પતંગને પવનની વચ્ચે મૂકીને એને આકાશ તરફ દૂર દૂર સુધી લઈ જાય તે તો માનવીના હાથ અને તેણે કેળવેલી આવડત જ હોય છે. પતંગને અંકુશમાં રાખવાનો અને શકય હોય ત્યાં સુધી એને રક્ષણ આપવાનો ધર્મ તો એને ઉડાડનાર વ્યકિત જ બજાવે છે.
પતંગ ઉડાડનાર વ્યકિત પતંગ પ્રવીણ બની જાય તે પછી જો તે અહંકારી અને ગર્વિષ્ટ બની જાય તો તેનામાં મતિભ્રષ્ટતા આવે છે અને તે પતંગ દોરાના સંચાલનમાં વધુ પડતો સાહસિક બને છે ને પોતાની પતંગ ઉપરનો સંયમ ખોઈ બેસે છે. અને તેની પતંગ આકાશમાં કાંતો ઠેસ-ઠેબા ગડથોલિયાં ખાવા લાગે છે અને કપાઈ જઈને જમીનદોસ્ત બને છે. અને સઘળું ખોઈ બેસે છે.
આપણામાં એક કહેવત છે કે, ‘ગર્વ કિયો સોનર હારિયો’
રાવણનું દ્રષ્ટાંત આપીને ચિંતન કર્તાએ કહ્યું છે કે, રાવણે ગર્વ કર્યો, અભિમાન આચર્યું, અહંકારી બન્યો તે કારણે તે હારી ગયો અને રાજપાટ સહિત બધું જ ખોઈ બેઠો…
આપણા દેશમાં છેલ્લા કેટલાક વખતથી ‘ખુરશી’ની રામાયણ વધી છે, ખુરશીનું મહાભારત પણ પ્રવર્તે છે. અને ખુરશીગીતા પણ કાને પડયા કરે છે. આપણા પતંગોની જેમ ખુરશી ઉડી જઈ શકે… ખુરશીની જાદૂગીરીએ આપણા સમાજમાં એને આપણા દેશમાં ખુરસીદાસોની લાંબી લાઈનો ખડી કરી છે.
દેશભરમાં ખુરશી બચાવો અભિયાન ચાલે છે. ‘દેશમાં ખુરશી ઝૂંટવો’ ઝુંબેશ ચલાવાય છે. મુફલીસોને પણ ખુરશીની લાલચે ભૂરાયા કર્યા છે. આને કારણે એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે, માણસ મોટો કે ખુરશી મોટી! આમ તો ખુરશીનો નશો માનવજીવની જેમ ક્ષણભંગુર છે. ‘ચાર દિન કી ચાંદની ઔર ફિર અંધેરી રાત’ જેવો આ ઘાટ છે ! ઘોર અંધકારમાં ખુરશી ખોવાઈ જવાની, જેમ મનુષ્યના શ્ર્વાસો શ્ર્વાસ બંધ થાય અને આંખો કાયમને માટે મીંચાઈ ગયા બાદ ઘોર અંધારૂ વ્યાપે એવો જ ઘાટ ! કદાચ અંતરીક્ષમાંથી એવો ધ્વનિ પણ ઉઠે કે, ‘થોડા રે કરો અભિમાના એક દિન પવનસે ઉડજના !’
માનવજીવન માટે આ ચેતવણી છે ને બોધ છે.
બેહદ અભિમાની ન બનો, અહંકારી ન બનો, નિરર્થક ગર્વ ન કરો, નિતાંત નિર્માની બનો.
ખુરશીને પણ આ લાગુ પડે છે.
અહી એક વૃક્ષ હોય, એનો ક્રમે ક્રમે ક્ષય થાય વિસ્તરે લાકડુ સર્જાય, કુહાડા વડે કપાય, વેતરાય, કટકા થાય…
એ બધામાંથી ખૂરશી થાય.
એની માલિકી કોઈની અને એના ઉપર બેસે અન્ય કોઈ…
માલિક જેને બેસાડે તે બેસે…
માલિક વિફરે તો ઉઠાડી મૂકે….
મુફલીશ પણ બેસે, ને તે રોફ પણ કરે. કોઈકોઈ વાર માલિકનેણ દબાવે. ખુરશીની મોટાઈ,ને મંચની મોટાઈ તેના ઉપર કોણ બેસે છે એના ઉપર અવલંબે છે. અરે, ખાસ સંજોગોમાં વેશ્યા પણ બેસી શકે છે. અને માલિકને નચાવી શકે છે. ખુરશી પર તો સન્નારી બેસે કે નોકરી કરનાર પાખંડી નારી બેસે, એને હર્ષ અફસોસ નહિ. ખુરશી ઉપર પરમેશ્ર્વરી છબિને બેસાડો કે નફફટ નારીને બેસાડો, એને એમાં કશોજ ફરક નહિ એમાં શોભા કે અશોભા, શુકન કે અપશુકન, ખુરશીના માલિકને જ ! જે માલિક જાગૃત નહિ, એનું બેસુમાર અધ:પતન ન વૃક્ષ રહે, ન ખુરશી રહે ન મોટાઈ રહે, ન આબરૂ રહે ! ન કાર રહે, ન ઘરબાર રહે. હોશિયારી અને ચતુરાઈનો ખેલ ખતમ જેવી હાલત ! ખુરશી આજના જમાનામાં કોઈની લાંબા વખત સુધી રહી નથી પછીએ રાજકીય ક્ષેત્રની હોયકે સામાજિક ક્ષેત્રની હોય !
પતંગ લડે છે. ત્યારે આકાશ સાક્ષી બને છે, ખુરશી માટેની લડાઈમાં મતદારો અ ને પ્રજા સાક્ષી બને છે. મતદાન મશીનો સાક્ષી બને છે ! વૃક્ષનાં લાકડાને જવાબ હોતી નથી, ખુરશીને પણ જવાબ હોતી નથી.
થોડા જ દિવસોમાં ભારતમાં પ્રજા સત્તાક દિન, અર્થાત ગણતંત્ર દિવસ આવશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો થનગનાટ આરંભાઈ ચૂકયો છે. એક તબકકે આ દેશના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પ્રજા હોંશે હોંશે ભાગ લેતી હતી અને તેમની દેશ ભકિતને અભિવ્યકત કરતી હતી અત્યારેએ પરિસ્થિતિ રહી નથી. સરકાર પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભવ્યતા આણવાના ઉપાયો કરે છે. ખુરશીઓ ઉપર સત્તાધીશો અને ગયો છે.
રાજકારણ રાષ્ટ્રના તમામ ક્ષેત્રને પંગુ બનાવી દીધા છે.
પતંગો, ખુરશીઓ વગેરેની ઝાકઝમાળ વચ્ચે રાષ્ટ્રના 65 કરોડ ગરીબો હડ હડ થાય છે.
જો ખુરશીઓને અને મતદાન મશીનોને વાચા ફૂટે તો એમાંથી શું બહાર આવે, તે કહી શકાતું હોત તો વાસ્તવિકતા બહાર આવત.
આ બધું છતાં, પ્રજાસત્તાક દિનને ઉજવવાની હોંશ ઉછીની લઈને ય ઉજવીએ અને રાષ્ટ્રધ્વજનો જયજયકાર કરીએ, એમ કોણ નહિ ઈચ્છે?