એસજીવીપી રિબડા ગુરુકુળ ખાતે ૧૦૦૩ ચોરસ ફુટમાં પુષ્પોની રંગોળી રચી
ભારતમાં ઠેર ઠેર કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે લોક-ડાઉનને કારણે લોકો પોતાના રહેઠાણમાં જ રહીને વિવિધ આયોજનો-ઉત્સવો ઉજવતા હોય છે.
સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્યની ૧૦૦૩ મી જન્મ જયંતી ભારતભરમાં ઉજવાઇ રહી છે, ત્યારે SGVP ગુરુકુલ અમદાવાદની નુતન શાખા SGVP ગુરુકુલ રીબડા ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે ગુરુકુલ નિજ મંદિરમાં ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં, રામાનુજ સંપ્રદાયના તિલક સાથે ૧૦૦૩ ચોરસ ફુટમાં પુષ્પોની રંગોળી રચી, ૧૦૦૩ દિવડાઓ પ્રગટાવી આરતી ઉતારવમાં આવી હતી. તેમજ શ્રીરામાનુચાર્ય લિખિત બ્રહ્મસુત્ર ભાષ્ય, ગીતા ભાષ્ય વગેરે ગ્રંથોનું પૂજન-અર્ચન કરી જન્મજયંતી ઉજવી હતી. પૂજન તથા રંગોળી વગેરેની વ્યવસથા હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી તથા ર્તીસ્વરુપદાસજી સ્વામી વગેરેએ સંભાળી હતી.