પ્રેમ લગ્ન બાદ રિસામણે ગયેલી પત્નીસાથે મોબાઇલમાં વાત કરવાના પ્રશ્ને ઝઘડો થયો
રામનાથપરાની યુવતીએ ચુનારાવાડના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ રિસામણે ગયેલી પત્ની સાથે મોબાઇલમાં સાળો વાત ન કરવા દેતા ઉશ્કેરાયેલા બનેવીએ તેના ઘરે જઇ છરીના ઘા ઝીંકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇછે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્તવિગત મુજબ રામનાથપરામાં રહેતા અનિરૂધ્ધસિંહ બળવંતસિંહ જાડેજાએ ચુનારાવાડમાં રહેતા બનેવી અભય ઉર્ફે એભલો કાંતી શિયાળે છરીથી હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બળવંતસિંહ જાડેજાએ મુસ્લિમ વિધવા સાથે લગ્ન કરતા પત્નીના પ્રથમ પતિની પુત્રી શહેનાઝ આંગળીએ આવી હતી. શહેનાઝે ચુનારાવાડના અભય ઉર્ફે એભલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને વચ્ચે માથાકૂટ થતા પોતાની બાળકી સાથે રિસામણે પિયર આવી હતી.
આઠેક દિવસ પહેલાં અભય ઉર્ફે એભલો બાળકીને પોતાની સાથે લઇ ગયાબાદ શહેનાઝ સાથે મોબાઇલમાં સાળો અનિરૂધ્ધસિંહ વાત કરવા ન દેતો હોવાથી છરીથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.