જિલ્લા કિશાન સંઘના હોદ્દેદારો વચ્ચે મતભેદ થવાથી આવેદન આપવાનું પડતું મુકાયું, અંતે પ્રમુખે જિલ્લા કલેકટરને મૌખિક રજુઆત કરી

કિશાન સંઘને આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવો હતો પરંતુ પોલીસે ડુંગળી અને લસણ જપ્ત કરી લીધા: કલેકટર-કમિશનર કચેરી અને સીએમ બંગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ડુંગળી અને લસણનાં પોષણક્ષમ ભાવ આપવા કિશાન સંઘે આજે જિલ્લા કલેકટર કચેરીમાં નાટકીય રજુઆત કરી હતી. જિલ્લા કિશાન સંઘના હોદેદારોકલેકટર કચેરીએ આવેદન આપવા આપ્યા હતા પરંતુ હોદેદારોમાં અંદરો અંદર તણખા ઝરતા આવેદનને પડતુ મુકી દેવામાં આવ્યું હતું. જોકે કિશાન સંઘે કલેકટર કચેરીએ આવેદનની સાથે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવાનું આયોજન ઘડયું હતું પરંતુ પોલીસે તેઓ પાસેથી ડુંગળી અને લસણની બોરીઓ છીનવી લીધી હતી. કિશાન સંઘના આશ્ચર્યજનક કાર્યક્રમને પગલે અગાઉથી જ જિલ્લા કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી તેમજ સીએમ બંગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લાના કિશાન સંઘ દ્વારા આજે મગફળીના રૂપિયા ઝડપથી આપવા તેમજ લસણ ડુંગળીના વધારે ભાવ આપવા મામલે જિલ્લા કલેકટરને આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજન મુજબ મોટી સંખ્યામાં કિશાન સંઘના હોદેદારો તેમજ કાર્યકરો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા. તેઓ આશ્ચર્યજનક કાર્યક્રમમાં ડુંગળીઅને લસણનો કલેકટરની ચેમ્બરમાં ઢગલો કરવાના હતા પરંતુ તેઓને ડુંગળી અને લસણનો જથ્થોકલેકટર કચેરીમાં લઈ જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. પોલીસે લસણ-ડુંગળીનો જથ્થો કબજે કરી લેતા તેઓએ પ્રતિક રૂપે માત્ર એક ડુંગળી અને એક લસણ કલેકટર કચેરીની અંદર લઈ જવાની વિનંતી કરી હતી પરંતુ પોલીસે આ વિનંતી પણ માન્ય રાખી ન હતી.

આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું શકય ન જણાતા થોડીવાર માટે હોદેદારોના ટોળેટોળા વળી ગયા બાદ હતા. આ દરમિયાન હોદેદારો વચ્ચે અંદરો-અંદર તણખા ઝરતા હોદેદારોનું એક જુથ અલગ પડી ગયું હતું અને આવેદન પડતુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં જિલ્લા કિશાન સંઘના પ્રમુખ સહિતના હોદેદારોએ અંતે જિલ્લા કલેકટરને મૌખિક રજુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે કિશાન સંઘ મગફળીના પૈસા ઝડપથી આપવા તેમજ લસણ-ડુંગળીના ભાવ વધારવાના મામલે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું હતું.આ અંગે પોલીસ વિભાગને જાણ થઈ જતા તેઓએ અગાઉથી જ જિલ્લા કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને સી.એમ.બંગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અંતે કિશાન સંઘે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાનું મોકુફ રાખ્યું હતું.

સમગ્ર ઘટના પૂર્ણ થયા બાદ કોટડા સાંગાણીના કિશાન સંઘે આવેદન આપ્યું

જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા કિશાન સંઘના હોદેદારોમાં આવેદનઆપતી વેળાએ તણખા ઝરતા આવેદન આપવાનું મોકુફ રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો પુરો થઈ ગયાને અડધી કલાક બાદ કોટડાસાંગાણીથી કિશાન સંઘના હોદેદારોકલેકટર કચેરીએ પહોંચયા હતા. તેઓ સમગ્ર ઘટનાથી અજાણ હોય તેઓએ અધિકજિલ્લા કલેકટરને લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવા મામલે આવેદન પાઠવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.