રામાનંદી નવનિર્માણ સેના, ગુજરાત દ્વારા રામાનંદી સાધુ સમાજની પ1 દિકરીઓના નિ:શુલ્ક ભવ્ય શાહી સમુહ લગ્ન મહોત્સવનું આયોજન તા.29-4 શનિવાર ના રોજ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે . આ સમુહલગ્ન મહોત્સવમાં વૈષ્ણવ રામાનંદી સમાજની દિકરીઓ માટે યોજવામાં આવેલ છે. રામાનંદી નવનિર્માણ સેના સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં કાર્યરત છે અને દરેક તાલુકા જીલ્લામાંથી રામાનંદી સમાજની દિકરીઓ આ સમુહલગ્નમાં જોડાઈ શકે છે. આ આયોજનમાં કરિયાવરમાં સોનાની બુટી, ટી.વી. , ફ્રીજ , વોશીંગમશીન થી લઈ 151 વસ્તુઓ ભેટ રૂપે દિકરીઓને આપવામાં આવશે.
સમસ્ત રામાનંદી યુવા મંડળ, રાજકોટના સથવારે અને રામાનંદી નવનિર્માણ સેનાના આયોજક કાર્યકર્તા તાલુકા – જીલ્લાના હોદ્દેદારો અને સમાજ અગ્રણીઓ અને સાધુસંતોના આર્શીવાદ રૂપે આ સૌ પ્રથમ ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે . સમુહલગ્નમાં રામાનંદ સંપ્રદાયના મહામંડલેશ્વરઓ, પીઠાધીશ્વરઓ, અખાડાના જગ્યાધારી મહંતઓ , ખાસ અયોધ્યા – ચિત્રકુટ – વારાણસી – રાજસ્થાન થી આર્શિવાદ આપવા પધારશે.
વૈષ્ણવ રામાનંદી સમાજની દિકરીઓએ નામ નોંધાવવા માટે રામાનંદી નવનિર્માણ સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિખીલભાઈ નિમાવત (રાજકોટ) , મો.નં. 97249 09009, અનિલભાઈ દેવમુરારી (અમદાવાદ), મો .999258 3277, સાગરભાઈ ટીલાવત (મહુવા/ભાવનગર), મો.નં. 99131 51400, વિજયભાઈ અગ્રાવત ( કેશોદ ), મો.નં. 98246 35675 પર નામ નોંધણી કરાવી શકશો.
કાર્યક્રમની વિગત આપવા નીખીલભાઈ નિમાવત, અવધેશ બાપુ, સુરેશ જલાલજી, હિતેષભાઈ નિમાવત, રૂપેશભાઈ નિમાવત, કલ્પેશભાઈ પૂર્ણવૈરાગી, દિલીપભાઈ અગ્રાવત, કાનો કુબાવત, રવીભાઈ નિમાવત, કપીલભાઈ અગ્રાવત, કૌષીકભાઈ દેવમુરારીએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.