- ‘અબતક’ની મુલાકાતમાં ખોડિયાર ગરબી મંડળના આયોજકોએ આપી વિગતો
ર્માં અંબાની આરાધના પર્વ નવરાત્રિ મહોત્સવનું આગમન થઇ રહ્યું છે ત્યારે 36 વર્ષથી ભારતીય પરંપરા અને સંસ્કૃત્તિના જતનના નેમ સાથે યોજાતી ચારણ ગઢવી સમાજની ખોડિયારનગરની ગરબી ભાવિકો માટે ભારે આસ્થાનું કેન્દ્ર બની છે. ‘અબતક’ની મુલાકાતમાં ચારણ ગઢવી સમાજની ગરબી અંગેની વિગતો આપી ગઢવી સમાજના આગેવાનો પ્રકાશભાઇ કવલ, મહિપતભાઇ કુંનડા, રણજીતભાઇ બળદા, હરેશભાઇ વડગામના, કરશનભાઇ બુદશી, નાડુભા ભાસલીયાએ કાર્યક્રમની વિગતો આપી ર્માંઇ ભક્તોને પ્રાચીન પરંપરા ઉજાગર રાખતી ગરબીના દર્શન કરી ધર્મલાભ લેવા અનુરોધ કર્યો હતો.
ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડીયાર નગર ખાતે ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. છેલ્લા 36 વર્ષથી મોગલ ચોક ખાતે માં મોગલના સાનિધ્યમાં ચારણ સમાજની બાળાઓ માટે ચારણી પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ ચારણ સમાજના જુદા-જુદા દાતાઓ દ્વારા વસ્તુઓ ખરીદીને તેમના હાથે જ લ્હાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે 45 દિકરીઓ રાસ-ગરબામાં ભાગ લઈ રહી છે અને ચારણો સર્વ સાથે મળીને ચારણ જગદંબા નવલાખના નવલાં નોરતાની ઉજળી પરંપરાની જાળવણીને ધ્યાનમાં રાખીને પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કવલ, ઉપ પ્રમુખ મહીપતભાઈ કૂનડા, મંત્રી પ્રવીણભાઈ વડગામા, સહમંત્રી ભરતભાઈ નાગૈયા, સંગઠનના મંત્રી હમીરભાઇ ગુઢડા રવિરાજ નાગૈયા નારૂભા ભાસળીયા દિલુભા રાબા કરશનભાઈ બુદશી શાંતિભા રતન હરેશભાઈ વડગામની દેવરાજભાઈ બળદા દેવશુરભા સાબા રવિરાજભા ગોલ કેશુભાઈ મધુડા દેવરાજભાઈ બાવડા જિલુભા લાંબા કનુભાઈ સાંબા દેવ કરણ ભા મધુડા યોગેશભાઈ બાવડા રણજીતભાઇ બળદા ચેતનભાઈ ભાસળીયા અજીતભાઈ કવલ મુકેશભાઈ ફુનડા ભાવેશભાઈ ફુનડા કમલેશભાઈ જેસળ લાભુભાઈ રતન ભાવેશભાઈ બળદા અશ્વિનભાઈ ફુનડા મનોજભાઈ કૂનડા લાલાભાઈ વડગામા લાલાભાઈ ઠાકરીયા કમલેશભાઈ બાવડા ધનરાજભાઈ દાંતી જયેશભાઇ કૂનડા આઈ ડિજિટલ સ્ટુડિયો ભાવુભા કૂનડા ભાવેશભાઈ રાબા વગેરે ગઢવી યુવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.નં. 93284 68900 નો સંપર્ક કરવા જણાવ્યું છે.