સમગ્ર દેશવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા ંહતા તે ઘડીના હવે દિવસો બાકી રહ્યા છે. ત્યારે અયોધ્યામાં આગામી તા.22મે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે ઉપલેટા શહેરમાં રામ પધાર્યા મારા ઘેરે પંચ દિવસીય દિવ્ય મહોત્સવનોજયશ્રી રામના ગગનચૂબી નાદ સાથે આગામી 22મીએ દબદબાભેર પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે અયોધ્યા મધ્યે શ્રી રામ જન્મ પુન બિરાજમાન થઈ રહ્યા છે.
રાસ ગરબા સાથે રેલી, મહાપ્રસાદ મહાઆરતીથી શહેર બન્યું રામમય
રામ પધાર્યા મારે ઘેર મહોત્સવની ભવ્ય મહિલાઓની રેલી શહેરના માર્ગો ઉપર નીકળી હતી. શહેરના બસ સ્ટેન્ડ ચોક, ગાંધીચોક, બાવલા ચોક અને મુખ્ય માર્ગો પર ધજા પતાકા અને રોશનીથી શરગારવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર ઉપર રોશની લગાવી રામલલ્લાના ઉત્સવને ભારે આતુર બન્યા છે. વિવિધ ઘરો અને મકાનો ઉપર ભગવાન રામની ધજાઓ ફરકી રહી છે. વિવિધ શાળા કોલેજોમાં રામમય વાતાવરણ બન્યું છે. મહિલાઓ રાસ શેરી માહોલમાં દરરોજ રાસ ગરબા અને કિર્તનના કાર્યક્રમ થઈ રહ્યા છે.
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રીતે યોજાઈ રહેલ અવસરને વધાવવા બહેનો દ્વારા ભવ્ય રાસ ગરબા સાથે રેલીઓ નિકળી હતી. તેની ઉપર નગરજનો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. શંહેરમાં તમામ મંદિરોમાં તા.22ને સોમવારે બપોરે મહાઆરતી અને વિવિધ સંગઠનો દ્વારા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. સમગ્ર શહેર અત્યારથી અયોધ્યામય બની ધાર્મિક માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોને આખરી ઓપ અપાઈ રહ્યા છે. મંદિરોના પુજારી અને સંતો દ્વારા 22મીએ ભગવાન રામને વિવિધ પ્રકારના પ્રસાદના ભોગ ધરવાના હોવાથી તેની અત્યારથી જ તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે શહેરના નાના મોટા સમગ્ર વિસ્તારો અયોધ્યામય બની ગયું છે. સમગ્ર હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.
આગામી તા.22મીએ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે. ત્યારે ઉપલેટા શહેર પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ બન્યો છે. સમગ્ર હિન્દુ સમાજ 500 વર્ષ બાદ આવેલા યાદગાર અને શાનદાર બનાવવા ભારે થનગનાટ કરી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલા તમામ મંદિરોમાં નગરપાલીકા દ્વારા સાફ સફાઈ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. શહેરના તમામ વિસ્તારોમાં ધાર્મિક મય વાતાવરણ બની ગયું છે.
સોના ચાંદી એસો. દ્વારા મહાપ્રસાદનું આયોજન
શહેરના સોના ચાંદી એશો. દ્વારા તા.22મીએ સોમવારે બપોરે 12 વાગે દરબારગઢ ચોકમાં હનુમાનજી મંદિરના સાનિધ્યમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ એસો.ના પ્રમુખ દેવેનભાઈ ધોળકીયાએ જણાવેલ.
ઉપલેટાના ચિત્રકારે રામનું સુંદર ચિત્ર બનાવ્યું
પરમ હનુમાનજીના ભકત અને શહેરમાં છેલ્લા 20 વર્ષ થયા રેલી અને 552થી ચિત્ર બનાવી રહેલા પ્રદીપભાઈ મહેતા દ્વારા ભગવાન રામનું દિવ્ય ચિત્ર બનાવવામાં આવ્યું છે. આ ચિત્રમાં રેતી અને પથ્થરનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે.
ચેમ્બર દ્વારા ધંધા રોજગાર બંધ રાખવા અપીલ
ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક પરિપત્ર બહાર પાડી આગામી તા.22ને સોમવારે સવારે નવથી એક વાગ્યા સુધી સ્વૈચ્છતાએ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવા અપીલ કરી છે.
ઉપલેટા નોબલ હુડ શાળામાં રામોત્સવનો ભકિતમય માહોલ
રામ શબ્દની વિશાળ શબ્દાકૃતીનું વિદ્યાર્થીઓએ કર્યુ નિર્માણ
આખો દેશ *રામમય* બની ગયો છે ત્યારે, *નોબલ હુડ સ્કુલ ઉપલેટા* પણ શ્રી રામલલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ પ્રકારે ઉજવી રહ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, વિડીયો શો, લેક્ચર દ્વારા રામાયણની ઐતિહાસિક માહિતી અને સંદેશ આપવામાં આવશે.હમણાં જ બાળકો અને શિક્ષકોએ સાથે મળીને નોબલહુડ સ્કુલના પ્રાંગણમાં શ્રી રામ શબ્દની વિરાટ શબ્દાકૃતિ બનાવી, જે અતિ ભવ્ય રજુઆત હતી.
હવે આગામી 22 જાન્યુઆરીમાં દરેક ઘરે દીપ પ્રગટાવીને, દિવાળી જેવું ઝગમગતું વાતાવરણ બનાવીને, પ્રભુ શ્રી રામની વંદના કરવામાં આવશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે રાવણના રૂપમાં રહેલી નકારાત્મક આસુરી શક્તિઓનો નાશ કરી, આ જગતને શાંતિ બક્ષી. જેની ખુશીમાં આખું ભારતવર્ષ દર વર્ષે દિવાળી ઉજવે છે. આપણે પણ આગામી 22 જાન્યુઆરીના પાવન દિવસે, ઘરે ઘરે દીપ પ્રગટાવીને આવી જ દિવાળી ઉજવીશું.