અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશમાં માહોલ ઉભો થયો છે, ત્યારે પડધરીના મોવૈયા ગામમાં 15 જાન્યુઆરીથી શરૂ થયેલા આનંદોત્સવ થી સમગ્ર પંથકના ગામોમાં રામમય માહોલ ઊભો થયો છે.
ગામના રામભક્ત યુવાનોએ આસપાસના 25 થી 30 ગામોને રામભક્તિમાં કર્યા સામેલ: ધુમાડા બંધ મહાપ્રસાદનું આયોજન
અબતકની મુલાકાતમાં આયોજક રામભક્તોએ મોવૈયાના આનંદોત્સવની આપી વિગતો
અબ તકની મુલાકાતે આવેલા હિન્દુ ઉત્સવ સમિતિ મોવિયાના આગેવાનો મહેશભાઈ નાથાભાઈ સુદાણી, ચંદુભાઈ રણછોડભાઈ સાવસિયા, ભૌમિક ભાઈ કાંતિભાઈ તળપદા ,સતિષભાઈ હસમુખભાઈ વડગામા, કેતનભાઇ અરવિંદભાઈ પટોરીયા અને જયેશભાઈ નાગજીભાઈ તળપદાએ મોવિયા ના આનંદોત્સવની વિગતો આપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં 500 વર્ષ પછી ભગવાન રામચંદ્રજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે પડધરીના મોવૈયા ગામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ઉમંગભેર 15 મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આનંદોત્સવમાં 15 મી જાન્યુઆરીએ અગિયારસ ધૂન મંડળ અને રાસથી મહત્વનો પ્રારંભ થયો હતો 16મી તારીખે સુંદરકાંડના પાઠ 17મીએ દેપાળિયા રામધામ આશ્રમ ખાતે રામધૂન મંડળ અને 18મી એ હરેશભાઈ પટોડીયા અને હિરેનભાઈ ડોબરીયા સાહિત્ય કલાકારો દ્વારા સંતવાણી નો કાર્યક્રમ યોજાયો હતો, 19 મી એ મહિલા મંડળના સત્સંગ અને 20મી જાન્યુઆરીએ રાત્રે 9:00 વાગે ભીખાભાઈ બુસા અને પૂજાબેન ગોંડલીયા દ્વારા સંતવાણીના કાર્યક્રમો યોજવામાં આવશે. 22 મી તારીખે મહોત્સવના અંતિમ ચરણમાં સવારે 8:00 વાગે ભગવાન શ્રી રામ મંદિર થી શોભાયાત્રા પ્રસ્થાન કરશે,
9:00 વાગે મહાયજ્ઞ અને રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા નું જીવંત પ્રસારણ નિહાળીયા બાદ બપોરે 12:30 વાગે મહા આરતી 1:00વાગે મહાપ્રસાદ બપોરે ત્રણ વાગે મહિલા સત્સંગ સાંજે 5:30 વાગે મહાપ્રસાદ બાદ 8:00 વાગે ભવ્ય આતોષબાજી ની ઉજવણી બાદ દાંડિયા રાસની રમઝટ બોલશે આ મહોત્સવનો લાભ લેવા હિન્દુસ્તવ સમિતિ મોવિયા દ્વારા રામભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે મોવિયાની રામભક્તિ જોઈને સમગ્ર વિસ્તારના પાસેથી વધુ ગામોમાં રામ મહોત્સવના આયોજનો થયા છે પડધરી ના મોવિયામાં કેસરી રંગની થીમ ઉપર ઉજવાતા રામોત્સવે હિંદુ ધર્મ સંસ્કૃતિને વધુ ગૌરવંતી બનાવી છે આ કાર્યક્રમમાં ભાવિકોને ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે
રામલલ્લાના વધામણા કરવા ગ્રામજનોમાં સ્વયંભૂ ઉત્સાહ
મોવૈયા માં હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આખા ગામના 650 થી વધુ ઘરો પર કાયમી ધોરણે ધર્મ ધ્વજ અને રાષ્ટ્રધ્વજ ની કાયમી સ્થાપના કરવામાં આવી છે ધર્મ ધ્વજથી રાષ્ટ્રધ્વજને ઉપર રાખીને લેસન ફસ્ટ નો સંદેશો આપવામાં આવ્યો છે આ મહોત્સવ દરમિયાન આખા ગામના તમામ ભાવિકો પુરુષો કેસરી કુર્તા અને બહેનો કેસરી સાડીમાં સજ થઈને ઉજવણીમાં સામેલ થશે