ઓખાના યુવાનોએ હઠીલા હનુમાન મંદિરે અખંડ હરિનામ સર્કિતન કરી નવા વર્ષને વધાવ્યું
રામ કથાકાર મોરારીબાપુ પોતાની આગવી શૈલીમાં રામકથા રસના નશામાં ચરમ સીમાએ ખીલેલા ત્યારે થર્ટી ફર્સ્ટ નવા વર્ષની ઉજવણી કઈ રીતે કરવી તેની શીખ આપતા હાંકલ કરી રહ્યું હતું કે, ‘પીઓ દિલભરીને પીઓ, રામરસ પ્યાલી મસ્તીથી પીઓ’ દુનિયાની મોંઘામાં મોંઘી રામરસની બોટલ કયારેય ખાલી થવાની નથી. બાપુની આ કથનીને સાર્થક કરતા ઓખાના સમસ્ત પ્રેમ પરિવારના યુવાનો દ્વારા બાય-બાય ૨૦૧૮ની થર્ટી ફર્સ્ટની રાત્રીને અનોખી રીતે ઉજવતા રાત્રીના ૧૨ વાગ્યે ઓખા હાઈવે રોડ પર આવેલ હઠીલા હનુમાન મંદિરે અખંડ હરિનામ સર્કિતન ‘શ્રીરામ જય રામ જય જય રામ’ અખંડ ધુન મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરી બરાબર રાત્રીના ૧૨ વાગ્યે ૨૦૧૯ના નવા વર્ષને વધાવવા રામનામ ધુનમાં લીન થઈ સર્વે સાથે જુમી ઉઠયા હતા.
મંદિરના આંગણામાં આતશબાજી સાથે નવા વર્ષનું અનોખું સેલીબ્રેશન કર્યું હતું. રાત્રીના સર્વે રામપ્રસાદી સાથે લીધી હતી. આમ સર્વ રામભકતોએ રામ રસ રૂપી પ્યાલી પી ને નવા વર્ષની ઉજવણી કરી હતી. આ અખંડ હરીનામ સકિર્તન તા.૬ જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં મહંત સંતશ્રી બિહારીબાબા તથા કથાકાર પરમામાતાજી પોતાની આગવી શૈલીમાં રામ નામ અમૃતનું પાન કરાવે છે. જેમાં બહોળી સંખ્યામાં ભકતજનો જોડાયા છે.