ગુજરાત વિભાનસભાની ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ તબકકામાં આગામી 1 ડીસેમ્બરના રોજ સૌરાષ્ટ-કચ્છની 48 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે.
ત્યારે રાજ્ય માનવ અધિકાર આયોગ અને ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા કલેકટર સાથે તેમણે સંવાદ યોજ્યો હતો.
ગુજરાત માટે રાજ્યમાં વધુ સારા શાસન માટે સંવાદ અને કર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાજ્ય માનવ અધિકાર આયોગ અને ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા નવી દિલ્હી દ્વારા વિચાર-મંથનનું સત્ર યોજાયું હતું.
જેમાં ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના અધ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામી દ્વારા ચૂંટણી જાગૃતતા અને મતદાનની ટકાવારી વધારવા માટે વાતચીત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવત ગીતામાં પણ મતાધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમક્ષ ભગવદ ગીતા રજૂ કરી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.