જોડિયા તાલુકાના ૧૫ ગામો દ્વારા સુંદર આયોજન

શિવ વિવાહ, રામજન્મ, રામવિવાહ, રામેશ્વર  સ્થાપ્ના સહિતના પ્રસંગો ઉજવાશે: નવ દિવસીય કથાનો ૩૧મીએ વિરામ થશે

જોડીયા તાલુકામાં ધાર્મિક ક્ષેત્રે પ્રથમવાર ૧૫ ગામો દ્વારા રામકથાનું લીંબુડા પાટીયા પાસે આયોજન કરાયું છે. ૨૩ માર્ચથી ૩૧ માર્ચ સુધી રામકથા યોજાશે. કથાના વ્યાસપીઠ પર યુવા કથાકાર હિતેશ મહારાજ બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં ભાવિકોને રામકથાનું રસપાન કરાવશે.

કથાના બીજા દિવસે શિવ વિવાહ પૂર્વ મહાદેવના ઈષ્ટદેવ રામ પ્રત્યેની સતીની શંકા રામ બ્રહ્મ છે. રામની પરીક્ષા પછી મહાદેવ દ્વારા સતીનો ત્યાગ અને ૮૭ હજાર વર્ષ સુધી મહાદેવ સમાધીન લીન, સમાધીથી જાગૃત થયા. મહાદેવના મુખથી પ્રથમ શબ્દ રામનું ઉચ્ચારણ જેવા અનેક પ્રસંગોની કથા દરમિયાન ઉજવણી થશે. સવારે-સાંજે નિર્મળ પવિત્ર વાતાવરણ વચ્ચે પ્રભુ સંસ્મરણ કરવાનો ઉત્તમ પ્રયાસ છે. રામકથા શ્રવણનો અધિકાર શિવભક્તિથી મળે છે. શિવ કલ્યાણ અને ભક્તિના દાતા છે. મહાદેવ પણ સતીને સમર્પિત છે આ વાત કથાકારે સમજાવી હતી. દિકરી બે કુટુંબને તારે છે તેમ જણાવ્યું હતું.

કથા દરમિયાન શિવ વિવાહ, રામજન્મ, રામ વિવાહ, રામેશ્ર્વર સ્થાપના ઉપરાંત વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. કથા સ્થળ રામદેવપીર મહારાજના મંદિરમાં ખોડીયાર માતાજીના પૂજારી અને મહંત ભગવાનદાસજી મહારાજ દ્વારા કથા પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા રામકથાના ભગીરથ કાર્ય માટે ૧૫ ગામોના આગેવાનો અને પ્રજાનો આભાર વ્યકત કર્યો હતો. ૯ દિવસ કથા દરમિયાન લીંબુડા, હડીયાણા, જોડીયા, બાદનપર, ભાદરા, કેશીયા, આણંદા, લખતર, નેસડા, વાવડી, ખેરાજા, બારાડી, ખીરી, બાલાસડી સહિતના ગામોના ભાવિકો વિવિધ સમીતીઓમાં સહકાર આપી રહ્યાં છે. કથા વિરામ ૩૧ માર્ચને રવિવારના રોજ થશે. છેલ્લા એક વર્ષથી રામદેવપીર આશ્રમમાં રામકથાના આયોજન અંગે તૈયારીઓ ચાલતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.