સમસ્ત ગામ તરફથી રૂ.૪૭૫૨૦નું ફંડ એકત્ર કરાયું

સમગ્ર દેશ આજે મા ભોમની રક્ષા કરી રહેલા વિર જવાનો તન મન ધનથી મદદ કરી રહ્યો છે. ત્યારે ઉપલેટા તાલુકાના નાના એવા લાઠ ગામે પણ ફૂલ નહી તો ફૂલની પાખડી રૂપે શહીદ જવાનોના પરિવારને મદદ થવા રૂ. ૪૭૫૨૦નું ફંડ એકત્ર કર્યું હતુ.

લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાની આગેવાનીમાં પુલવામાં શહીદ થયેલ વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ગામના રામજી મંદિર ચોરાના સાનિધ્યમાં રામધુન બોલાવી વીર શહીદોના આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના કરાઈ હતી.

આ કાર્યક્રમમાં લાઠ ગામના સમસ્ત આગેવાનો તેમજ દાનની ઝોળી ફેલાવામાં ચિરાગભાઈ મકવાણા, કિરીટભાઈ કનેરીયા, હરસુખભાઈ મકવાણા, જગદીશભાઈ મારડીયા સહિત આગેવાનો ગામફરી રૂ. ૪૭૫૨૦ રૂપીયાનું દાન એકત્ર કરેલ હતુ આ તો રામધુન મંડળ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.