વ્યાસપીઠે હમીપરવાળા હરિકાંતદાસજી મહારાજ બિરાજી કથાનું
રસપાન કરાવશે

હનુમાન મઢી ચોક ખાતે 132 થી પણ વધુ પુરાણુ હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં બિરાજતા હનુમાન દાદાને ભાવિક ભક્તજનો દ્વારા ભવ્ય અને કલાત્મક સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે તેમજ પિતૃ મોક્ષાર્થે તા.24/02/2023 થી તા .04/03/2023 સુધી’ ’ શ્રી રામ ચરિત માનસ નવા જ્ઞાનયજ્ઞ (શ્રી રામ કથા)’નુ અલ્કેશ્વર  મહાદેવ મંદિરના પ્રાગણમાં સમય બપોરે 2-30 થી 6-30 સુધી, અલ્કાપુરી, રૈયા રોડ , રાજકોટ ખાતે હનુમાન મઢી હનુમાન મંદિરના પુજારી કશ્યપ બાપુ તેમજ આયોજક સર્વે બેચરભાઈ ઘોડાસરા,  પીન્ટુભાઈ સોની,  કૌશલભાઈ રાઠોડ,  જયભાઈ રાજયગુરૂ,  મનીષભાઈ જાની, કોર્પોરેટર  જીતુભાઈ કાર્ટોળીયા,  નિલેશભાઈ વ્યાસ, ગેલાભાઈ ચાવડા,  રઘુભાઈ ચાવડા સહિત અનેક ભાવિક ભક્તજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા કશ્યપબાપુએ વાતચીતમાંજણાવ્યું

રામ કથાના પ્રારંભે ભવ્ય પોથીયાત્રાનું આયોજન પોથીના મુખ્ય યજમાન ધર્મપ્રેમી શિલ્પ એસોસિએટસના  અજયભાઈ પટેલના સહકાર હેઠળ બપો2ે 1-00 વાગ્યે હનુમાન મઢીએથી કિશાનપરા ચોકથી અલ્કેશ્વર મહાદેવના મંદિરે બેન્ડવાજા સાથે સાફાધારી 101 યુવાનો અને બહેનો દ્વારા પોથીયાત્રા નીકળશે.

રૈયા રોડ ખાતે 13ર વર્ષથી પણ વધુ સમયથી બિરાજમાન હનુમાન દાદાના આદ્ય સ્થાપક બ્રહ્મલીન   રામપ્યારેદાસજી ગુરૂ મંગલદાસજી ખાખી ઓલ ઈન્ડિયા દિગમ્બર અને બ્રહ્મલીન હરીદાસજી ગુરૂ મંગલદાસજી ,

રામપ્યારૈદાસજી, પુજારી કશ્યપ બાપુ તથા સમગ્ર આયોજક ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . ભાવિક ભક્તજનોને વ્યાસપીઠેથી સુપ્રસિદ્ધ કથાકાર (હમીરપરવાળા)  હરીકાંતદાસજી મહારાજ પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં ભાવિક ભક્તજનોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

રામકથા શ્રવણ બાદ રોજેરોજ આરતી કરવાની હોય જે યજમાને આરતીનો લાભલેવો હોય તેમણે પુજારીનો સંપર્ક કરી આરતીની નોંધણી કરાવી શકશે.

રામકથાના ભવ્ય આયોજનમાં સમાજશ્રેષ્ઠીઓ વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, ભાનુબેન બાબરીયા, રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, કમલેશભાઈ મિરાણી, પ્રદીપભાઈ ડવ, પુષ્કરભાઈ પટેલ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શહ, ઉદયભાઈ કાનગડ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી કથાનું  રસપાન કરશે. તેમ અંતમાં પુજારી કશ્યપ બાપુએ જણાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.