કળશયાત્રા, મહાપ્રસાદ, સંતવાણી અને લોકડાયરા તા વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા: સંત-મહંતોની વિશેષ ઉપસ્સીઠીતીસ્થિતિ
રાજકોટ, મોરબી હાઈ-વે પર આવેલા ખોડીયારધામ આશ્રમ ખાતે પવિત્ર પરષોત્તમ માસ નિમીતે તા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાના આત્માની મુક્તિ માટે આગામી ૧૬ થી તા.૧૩/૬/૨૦૧૮ સુધી એક મહિનો રામ વિષ્ણુ યજ્ઞ તા ૫૬ ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦૦૮ મહામંડલેશ્ર્વર પ્રેમદાસજી મહારાજની આજ્ઞાથી આ યજ્ઞનું આયોજન ૧૦૮ જયરામદાસ બાપુના સાનિધ્યમાં ઈ રહ્યું છે.
આ તકે ‘અબતક’ની મુલાકાતે આવેલા જયરામદાસ બાપુએ કહ્યું હતું કે, આવતીકાલે બુધવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન કળશ યાત્રા નિકળશે. તેમાં ચિત્રકૂટધામ, ભગવદ્ આરાધના આશ્રમ તેમજ ખેડાપતિ બાલાજી આશ્રમના મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પ્રેમદાસજી મહારાજ હાજર રહેશે. યાત્રામાં ઘોડેસ્વાર યુવાનો તેમજ ૧૦૦૦ થી વધુ મોટર સાયકલ – વાહનો જોડાશે. દરરોજ સાંજે ૫ થી ૧૧ કલાક દરમિયાન યજ્ઞ શે. દરરોજ સાંજે ૭ થી ૧૦ મહાપ્રસાદનું આયોજન શે.
તા.૧૯ને રવિવારે રાત્રે ૯ કલાકે જુનીયર જેઠાલાલનો કાર્યક્રમ યોજાશે. જયારે તા.૨૬ને શનિવારે રાત્રે ૯ કલાકે ચારણી સાહિત્યના ખ્યાતનામ કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને જયદિપ સોનીની આયોજન શે. તા.૨/૬ને શનિવારે રાત્રે ૯ કલાકે બાંટવા રાજપુત સમાજના યુવાનોની રાસ મંડળીની રમઝટ બોલાશે. તા.૧૩/૬ને બુધવાર યજ્ઞની પૂર્ણાહુતિ લોકડાયરામાં અલ્પાબેન પટેલ, હરેશદાન ગઢવી, દિવ્યેશ જેઠવા, જયદીપભાઈ સોની વગેરે કલાકારો લોકડાયરાની રમઝટ બોલાવશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ તા.૧૩/૬ના રોજ શે. આ પ્રસંગે આસપાસના કાગદડી, હડાળા, કોઠારીયા, આણંદપર, બેડી, વાછકપર, મિતાણા, કોટડા અને છત્તર સહિતના ગામના ૨૫ રૂ ૩૦ હજાર ભક્તો લાભ લેશે.
આ તકે ‘અબતક’ની મુલાકાતે ચંદુભાઈ પરમાર, મહેન્દ્રભાઈ તલાટીયા, સુરેશભાઈ પરમાર, સંજયભાઈ ગઢવી, જીતેન્દ્રસિંહ જાડેજા, અલ્પેશસિંહ સોલંકી, શૈલેષભાઈ લુણાગરીયા, પરેશભાઈ હરસોરા (કોર્પોરેટર વોર્ડ નં.૧૧), રાજુભાઈ ઉમરાણીયા સહિતના હાજર રહ્યાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com