કહેવાય છે કે તમામ પક્ષ હોય કે હિન્દુ સંગઠન ચુંટણી સમયે જ મુદ્દાઓ યાદ આવે છે ત્યારે હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના અધ્યક્ષ અને સ્થાપક ડો.પ્રવીણ તોગડીયા દ્વારા ચાલુ સરકાર સામે બાથ ભીડી રામ મંદિરના મુદ્દાને લઇને વારંવાર સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન પર આકરા પ્રહાર કયાઁ છે ત્યારે ફરીથી દેશના તમામ હિન્દુઓને એક કરવા માટે હિન્દુ સંગઠન દ્વારા સભા તથા મહાસભાઓનુ આયોજન શરુ કરી દેવાયુ છે ગત લોકસભા દરમિયાન અયોધ્યામા રામ મંદિરના મુદ્દા સાથે ભારતીય જનતા પાટીઁને બહુમતી મળતા વિજય બની હતી પરંતુ આ હજુ સુધી રામ મંદિરનુ નિમાઁણ નહિ થતા ફરીથી તેજ મુદ્દા સાથે દેશ અને રાજ્યના દરેક જીલ્લા તથા ગામોમા ધમઁસભાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે ત્યારે હાલમા જ સુરેન્દ્રનગર જીલ્લા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયુ હતુ જે બાદ તુરંત ગઇકાલે ધ્રાગધ્રા શહેર ખાતે પણ “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ” સંગઠનના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા દ્વારા ધમઁસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ધ્રાગધ્રા શહેરના દરેક હિન્દુ ભાઇઓ માટે પુરતો સમય આપી અયોધ્યામા રામ મંદિરના નિમઁણ માટેનો મુખ્ય ઉદેશ્ય ગણાવી હિન્દુઓને એક થવાનો હુંકાર કયોઁ હતો. ધમઁસભા બાદ ડો.પ્રવીણ તોગડીયા દ્વારા શહેરના પૌરાણીક રામમહેલ મંદિર ખાતે ભગવાનના દશઁન કરી રામમહેલ મંદિરના મહંત મહાવીરદાસજીના આશીઁવાદ લીધા હતા સાથે ધમઁસભામા હાજર દરેક હિન્દુભાઇઓ સાથે વાતચીત કરી ધમઁસભાને પુણઁ કરાઇ હતી. ધ્રાગધ્રા ખાતે ધમઁસભામા હાજર મોહીતભાઇ કંશારા, શક્તિસિંહ ઝાલા, ચંદુભાઇ મકવાણા, અનોપસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા ડો.પ્રવીણ તોગડીયાને સન્માનીત કયાઁ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.