અયોધ્યા વિવાદનો ઉકેલ હાથવેંતમાં
એક રાસ્તા એકતા કી ઔર… રામ મંદિર તો અયોધ્યામાં જ બનશે અને તેની નિશ્ર્ચિત જગ્યાએ જ બનશે, જયારે મસ્જિદ માટે અન્ય જગ્યા માટે શિયા વકફ બોર્ડે સહમતી આપી દીધી છે. લાગે છે કે, હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. કેમ કે, શિયા વકફ બોર્ડે મસ્જિદના નિર્માણ માટે અન્ય જગ્યા માટે સંમતી બનાવી લીધી છે.
રામ મંદિર-બાબરી મસ્જિદ ઈસ્યુ બાબતે અખિલ ભારતીય અખાડા પરિષદ અને ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડ વચ્ચે થયેલુ એગ્રીમેન્ટ સુપ્રિમ કોર્ટમાં ખુબ જલ્દી સબમીટ કરવામાં આવશે. તેમ બન્ને પક્ષના નેતાઓનું કહેવું છે.
આમા બન્ને પક્ષકારો હિન્દી કહેવત એક રાસ્તા એકતા કી ઔરને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યાં છે. જેના પગલે મસ્જિદ હવે અન્ય જગ્યાએ નિર્માણ થાય તે માટે શિયા વકફ બોર્ડે સહમતી આપી છે. તેમણે તૈયાર કરેલી દરખાસ્તો બન્ને પક્ષકારો માટે સુલભ છે. ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ લખનૌ ખાતે જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદ મામલો સુલજાવવા માટે બોર્ડે તૈયાર કરેલી દરખાસ્તોનું પ્રથમ પાનુ ઈસ્યુ કરી દીધુ છે. જેમાં પ્રથમ પાનાનું ટાઈટલ છે. એક રાસ્તા એકતા કી ઔર જેમાં પ્રસ્તાવીત રામા મંદિર બાબરી મસ્જિદના ચિત્રો પણ છે.
આ સિવાય તિલક કરેલા હિન્દુને ટોપીધારી મુસ્લિમ ઉષ્માભર્યું આલીંગન આપતો હોય તેવું ચિત્ર પણ છે. જો કે, દરખાસ્તોનું ઉંડાણભર્યું લખાણ વિશે વિગતો હજુ સુધી રિઝવીએ બહાર પાડી હતી. ગત ૧૧ ઓગષ્ટે સુપ્રિમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે ફાઈનલ હિયરીંગ માટે તા.૫ ડિસેમ્બર મુકરર કરી છે.
રિઝવીએ આગળ જણાવ્યું હતું કે, અયોધ્યા અથવા ફૈઝાબાદ નવી મસ્જિદ નહીં બને. શિવા વકફ બોર્ડ શાંત અને મુસ્લિમ વસ્તી હોય તેવા વિસ્તારમાં મસ્જિદ બનાવવા વિશે હવે પછી આગળ નિર્ણય લેશે.