૭ વર્ષ બાદ અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ હતી.સરકાર તરફથી વકીલ તુષાર કપૂરે તેમનો મત રજુ કર્યો હતો.જયારે સુન્ની વકફ બોર્ડે તરફથી તેમના વકીલ કપિલ સિબ્બેલે જણાવ્યું કે દરેક દસ્તાવેજોનું ટ્રાન્સલેશન થઈ શક્યું નથી તેથી તેને રજુ કરવામાં આવ્યા નથી.આ દલીલ પર કોર્ટે ટ્રાન્સલેશન માટે વધુ ૩ મહિનાનો સમય આપ્યો છે.કોર્ટે વધુ સુનાવણી માટે 5 ડીસેમ્બરની તારીખ આપી છે.
માર્ચમાં જ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રામમંદિર મામલા સાથે જોડાયેલા તમામ પક્ષો પરસ્પરની વાતચીતથી મામલાનો ઉકેલ લાવે. જો વાતચીત નિષ્ફળ રહે તો અમે દખલ કરીશું અને આ મુદ્દાનો ઉકેલ કાઢવા માટે મધ્યસ્થી નિયુક્ત કરીશું.