સિરસામાં ડેરા સચ્ચે સૌદાની ચેરપર્સન વિપશ્યના ઇંસાની SITએ ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી છે. વિપશ્યનાને 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા છે. પરંતુ તેના જવાબોથી SIT સંતુષ્ટ નથી. એટલે વિપશ્યનાની ફરી પૂછપરછ કરવામાં આવી શકે છે.
ડેરાના વાઇસ પ્રેસિડન્ટ પીઆર નૈન અને વિપશ્યનાના જવાબમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. ડેરાના ત્રણ ખાતામાંથી લગભગ 68 કરોડ રૂપિયા મળ્યા છે. તો સાથે જ ડેરાના 90 ખાતાઓ ફ્રિઝ કરવામાં આવ્યા છે. રામ રહીમના ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યું છે.