હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ રામ રહીમ અને હનીપ્રીત વચ્ચેના સંબંધોની પોલ ખોલી નાખી છે. વિશ્વાસ ગુપ્તાએ બંને વચ્ચે પિતા-પુત્રીનો સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે, તેમજ બંને પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિશ્વાસ ગુપ્તાએ કહ્યુ છે કે ”હનીપ્રીત રામ રહીમની દિકરી નથી, તે બંને વચ્ચેનો સંબંધ કંઈક એવો છે કે જેમાં મને છેતરવામાં આવ્યો છે.” રામ રહીમે માત્ર કહ્યુ જ છે કે, ”તે તેમની દિકરી છે. જોકે તે માટેની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી નથી. તે હનીપ્રીતને દિકરી ગણાવતો પણ રાતે પોતાની સાથે રૂમમાં રાખતો હતો.”

વિશ્વાસ ગુપ્તાએ  કહ્યુ કે, ”ગુરમીત સાથે લગ્ન તો રામ રહીમ કરાવ્યા પરંતુ ખરેખર તો તે મને છેતરવા માટે કર્યા હતા.” તેણ કહ્યુ કે, ”તેને ખોટા મામલામાં ફસાવીને જેલ પણ મોકલવામાં આવ્યો હતો.” રામ રહીમના કારણે જ તેને છુટ્ટાછેડા કરવા પડ્યા હતા.

હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ કહ્યુ કે, ”તેણે હનીપ્રીત અને રામ રહીમને સેક્સ કરતા પણ જોયા છે” તેણે કહ્યુ, ”રામ રહીમે જ તેની સામે દહેજ, માનહાની અને બે ચેકબાઉન્સ સહિતના પાંચ કેસ દાખલ કરાવ્યા.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.