૨૮ ઓગષ્ટના રોજ રેપ કેસમાં દોષિત ગુરમીત રામ રહીમને ૨૦ વર્ષની સજા કરવામાં આવ્યા બાદ ૧૦ દિવસની અંદર જ તેમને ૮૦૦ કરોડનું નુકશાન થયુ છે. કેટલીયે યુવતીઓને પોતાનો ભોગ બનાવનાર આ રામ રહીમનો ૯૦૦ કરોડનો બિઝનેસ બંધ થઇ ચુક્યો છે. જેમાં સિરસા ડેશની ૧૪ કંપનીઓ, ફાઇવ સ્ટાર હોટલ, કસીનો રેસ્ટોરા, ૮ સ્કૂલ-કોલેજ, એમ એસજી રિસોર્ડ અને જૂના ડેરાની સામે એસી સુપર માર્કેટની ૫૨ દુકાનોને તાળા લાગી ગયા છે. કેટલાક બેંકના ખાતા પણ સીલ કરી દેવામાં આવ્યા છે.
આ નુકશાનને કારણે તેમાં કામ કરતા અને આ બિઝનેસ સાથે જોડાયેલા લગભગ ૮૦૦૦ લોકો બેરોજગાર બની ગયા છે. અને ડરના કારણે સિરસા છોડીને જઇ રહ્યા છે. દેશભરમાં આ રામ રહિમનો બિઝનેસ ફેલાયેલો હતો પરંતુ દેશભરના ૪૦૦ જેટલા તેમના ડિલર્સે એમએસજી સ્ટોર્સ બંધ કરી દીધા છે. ૨૦૦૮ થી અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમે ૧૪ જેટલી કં૫નીઓ લોન્ચ કરી હતી. તેમાંથી ૯ કંપનીઓ તો ચાર વર્ષમાં જ લોન્ચ કરી હતી.
બાબાનો ટાર્ગેટ ખૂબ મોટો બિઝનેસ કરવાનો હતો. આથી પાંચ વર્ષમાં તેના બિઝનેસને તે ૫૦૦૦ કરોડ સુધી લઇ જવાના હતા. અને ગુરમીત દરેક મિટિંગમાં આ ટાર્ગેટ અંગેની વાતો કરતો હતો. તેના માટે ડેરાની તમામ પ્રોપર્ટી એટેચ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ તે પહેલા જ તેને જેલ થઇ ગઇ.
એમ.એસજી ઓલ ટ્રેડિંગ ઇન્ટરનેશનલ પ્રા.લિ. કંપની માર્ચ-૨૦૧૬થી દેશ-વિદેશમાં ડેરાના ૬૦૦થી વધુ નામ ચર્ચાઘર અને ૪૦૦ ડીલર્સ દ્વારા ૧૫૧ પ્રોડક્ટસનું વેચાર થઇ રહ્યુ હતું. આ પ્રોડક્સમાં એમ એસજી શેમ્પુ, ચા, દાળ, હેર ઓઇલ, બિસ્કિટ, અથાણુ, ચોખા વગેરેનો સમાવેશ થયો હતો.
ગુરમીત રામ રહીમનું સપનુ બાબા રામદેવની જેમ બિઝનેસમેન બનવાનું હતું. પરંતુ તે પહેલા જ તેની આ ઇચ્છા પર પાણી ફરી વળ્યુ.
કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલીયામાં થતુ ઓનલાઇન વેચાણ પણ ઠપ થયુ છે. ૮ કરોડ ભક્તોનુ એવુ સામ્રાજ્ય હતુ કે માત્ર વોટ બેંક નહી પરંતુ બાબાના બજારનો પણ ઉપયોગ કર્યો એમ એસજી સ્ટોર્સનો બ્રાન્ડ એમ્બેસેડર પણ રામ રહીમ ખુદ બન્યો…