ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહીમ સામે પંચકુલાની કોર્ટમાં શુક્રવારે સાધ્વી સાથે બળાત્કારના કેસનો આજે સીબીઆઈની ખાસ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો. જજ જગદીપ સિંહ આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે બાબા રામ રહીમને સાધ્વી રેપ કેસ મામલે દોષિત ઠેરવ્યાં. બાબાને સજાની જાહેરાત 28મી ઓગસ્ટે જે સુનાવણી થશે તેમાં નક્કી કરવામાં આવશે. ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં તણાવનું વાતાવરણ છે. ચુકાદા અગાઉ કોર્ટરૂમમાં હાજર તમામ લોકોના ફોન બંધ કરાવી દેવાયા હતાં. કોર્ટમાંથી બધાને બહાર જવાનું કહેવાયું હતું. માત્ર જજ, વકીલ અને રામ રહીમ જ કોર્ટરૂમમાં હાજર હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોર્ટમાં હાથ જોડીને ઊભા હતાં બાબા રામ રહીમ. ચુકાદા બાદ હવે ગુરમીત રામ રહીમ સિંહને કસ્ટડીમાં લેવાયા છે. કોર્ટથી સીધા જેલમાં લઈ જવાશે. ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં હિંસાના અહેવાલો છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ હિંસામાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.

પંજાબ-હરિયાણામાં હિંસા
– પંચકૂલા અને સિરસામાં ડેરા સમર્થકોએ હુમલાઓ કર્યા છે. આ હુમલામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જ્યારે ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે.
– પંજાબમાં બે રેલવે સ્ટેશનમાં પણ આગ લગાડવાની ઘટના ઘટી છે. તો પંજાબના મોંગાના દગરૂ રેલવે સ્ટેશનમાં ડેરા સમર્થકોનો ભારે હંગામો થયો છે જેના પગલે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
– હિંસાને કાબૂમાં લેવા પંચકૂલા, ભઠિંડા અને ફિરોઝપુરમાં કર્ફયૂ લગાવવામાં આવ્યો છે.
– સિરસામાં પાંચ જગ્યાએ હિંસાના સમાચારને પગલે SWAT અને RAFની ટીમને સ્થિતિ પર કાબૂ મેળવવાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
– પંચકૂલા અને માનસામાં ઇનકમ ટેક્સની ઓફિસ આગને હવાલે કરવામાં આવી છે. તો મુક્તસરના પેટ્રોલ પંપને આગને હવાલો કરવામાં આવ્યો છે.
– પંજાબના બરનાલામાં ટેલીફોન એક્સચેન્જમાં તોડફોડ કરવામાં આવી છે.
– સમર્થકોએ ગુંડાગીરી શરૂ કરી, શિમલા હાઈવે પર કારોને તોડી રહ્યા છે.

– સિરસાના એસપીએ કહ્યું, પરિસ્થિત કાબૂમાં છે. મામલાને તૂત આપવાની જરૂર નથી.
– પંચકૂલામાં હવાઈ ફાયરિંગના અવાજ સંભળાઈ રહ્યા છે.

– પંચકૂલામાં ઘણી ગાડીઓ સળગાવી દેવામાં આવી છે.
– સમર્થકોની ભીડે એક પોલીસ વાનને પણ સળગાવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.