યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ પર આજે પંચકૂલા સીબીઆઈ કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવવામાં આવશે. શહેરમાં કડક સિક્યુરિટી વચ્ચે પણ લાખો સમર્થકો પંચકૂલા પહોંચી ગયા છે. આજે વહેલી સવારથી જ સમર્થકોની કોર્ટની બહાર ભીડ થવા લાગી છે. આજે 15 વર્ષ પછી સાધ્વીના શારીરિક શોષણ કેસમાં ચૂકાદો આવવાનો છે ત્યારે ડેરા પ્રમુખે પણ કહ્યું છે કે, તેઓ કોર્ટમાં હાજર થશે. હરિયાણાના સિરસાની સ્થિતિ જોતા ગુરુવાર સાંજથી જ અહીં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.

અપડેટ:
– ડેરા પ્રમુખ રામ રહીમ રોડના રસ્તેથી પંચકૂલા કોર્ટ આવવા નીકળ્યા.
– 100 કારના કાફલા સાથે ગુરમીત કોર્ટમાં આવવા નીકળ્યા.
– સિરસામાં બાબાનો કાફલો પસાર થયા બાદ ડેરા સમર્થકો રડતાં જોવા મળ્યાં.
હાઈકોર્ટે કહ્યું કે સ્થિતિ ખરાબ થશે તો સેનાને સીધો નિર્દેશ આપશે
– પરિસ્થિતિને પહોચી વળવા માટે સીએમ મનોહરલાલ ખટ્ટરે હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ સાથે વાત કરીને સેનાને બોલાવી હતી. સિક્યુરિટી ફોર્સે પંચકૂલામાં મોડી રાત્રે સમર્થકોને રોડ પરથી ખસેડવાની કવાયત શરૂ કરી દીધી હતી. તેમને લાઉડ સ્પીકરથી પંચકૂલા છોડવાનું કહેવામાં આવ્યું હતું.
– હાઈકોર્ટે પંજાબની કાયદા-વ્યવસ્થા બગડવાની આશંકાએ એક અરજી પણ દાખલ કરી છે. હાઈકોર્ટે આ મામલે હરિયાણા સરકારને પણ સવાલ-જાવબ કર્યા છે.
– હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું છે કે, પંચકૂલામાં હજારો સમર્થકો કેવી રીતે પહોંચી ગયા? સરકાર લો એન્ડ ઓર્ડર મામલે નિષ્ફળ જણાવી રહી છે. બેદરકારી માટે હરિયણાના ડિજીપીને કે સસ્પેન્ડ ન કરવા જોઈએ.
  • નિર્ણય પહેલા સીબીઆઈ જજ અને વકીલોની સિક્યુરિટી વધારવામાં આવી
  • હરિયાણાના સીએમએ શાંતિ જાળવવા કરી અપીલ
  • 64 હજાર જવાન તહેનાત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.