રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ-ચોટીલા અને ચોટીલાના સામાજિક કાર્યકર અને શિક્ષિકા નિરાલીબેન ચૌહાણના સંયુક્ત ઉપક્રમે ચોટીલા શહેરના જ તળેટી વિસ્તારમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષથી દર રવિવારે વિનામૂલ્યે ટ્યૂશન કલાસીસ ચલાવવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને પાયાનું ઉત્તમ શિક્ષણ આપી શૈક્ષણિક ઘડતર કરવાની સાથે સાથે બાળકોને જીવનમૂલ્ય લક્ષી શિક્ષણ આપવામાં આવે છે.
દર રવિવારે રજા નો માહોલ હોય છતાં કૈક નવું શીખવાની ખેવના લઈને આવતા ટ્યુશન કલાસ ના બાળકો ને પ્રોત્સાહન રૂપી ઇનામ સ્વરૂપે રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ નિર્મિત ફુલસ્કેપ ચોપડા,બોલપેન,પેન્સિલ,સંચો અને ચેક રબ્બર દાતાઓ અને સંસ્થા ના સભ્યો ના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ મોહસીનખાન પઠાણ ના ત્યાં દીકરી નો જન્મ થયો તેની ખુશી માં બાળકો ને ચવાણું પેંડા નો નાસ્તો કરાવવા માં આવ્યો હતો. શિક્ષણ અને સેવાના આ સહિયારા કાર્યક્રમ માં પ્રાથમિક શાળા નંબર 8 ના શિક્ષક શ્રી અમૃતભાઈ, દાતા શ્રી ઘનશ્યામભાઈ લખતરિયા, મેહુલભાઈ ખંધાર, પંકજભાઈ ઝીંઝુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ મોહસીનખાન ડી.પઠાણ ની આગેવાની હેઠળ સભ્યો ગોપાલભાઈ વાઘેલા, ઇમરાનખાન પઠાણ, જયેશભાઇ ઝીંઝુવાડિયા, વિશ્વરાજસિંહ ઝાલા, મોઇનખાન પઠાણ એ જહેમત ઉઠાવી હતી.