પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને ડેરા સચ્ચા સૌદાના મેનેજર રણજીતસિધની હત્યાના કેસની સુનાવણી હાથ ધરાશે
બે બળાત્કાર કેસમાં બાબાને સીબીઆઇ કોર્ટે અગાઉ જ ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હોય, બાબાની જીંદગી હવે જેલમાં જ જશે
ચંદીગઢ
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ગઇકાલે સીબીઆઇની વિશેષ અદાલતે બળાત્કારના કેસમાં ૨૦ વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં પીડીતોને ન્યાય અપાવનારનું નામ રામચંદ્ર છત્રપતિ છે. રામચંદ્ર છત્રપતિએ ગુરમીત રામ રહીમ વિરુઘ્ધ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પીડીત સાઘ્વીએ લખેલો પત્ર છાપ્યો હતો. વર્ષ ૨૦૦૨ માં આ રેપ કેસની જાણકારી પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પ્રથમવાર આપી હતી. જો કે આ હિંમતની કિંમતી રામચંદ્રને ચુકવવી પડી હતી અને તેમની હત્યા કરી દેવાઇ હતી.
રામચંદ્ર છત્રપતિની હત્યા કેસની સુનાવણી હવે ટુંકા સમયમાં હાથ ધરવામાં આવશે બાબા રામ રહીમે આ હત્યા કરાવડાવી હોવાનું માનવામાં આવે છે. જો આ કેસમાં પણ બાબા દોષીત ઠરશે તો તેમની ૨૦ વર્ષ ના કારાવાસની સજા વધશે. આ ઉપરાંત ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ સામે ડેરા સચ્ચા સોદાના મેનેજર રણજીત સિંઘની હત્યાની સુનાવણી પણ થશે. જેમાં પણ રામ રહીમને સજા થવાની શકયતા છે. બે સાઘ્વીઓ સાથે દુષ્કર્મના અપરાધી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ગઇકાલે સીબીઆઇ કોર્ટેે ૨૦ વર્ષની જિેલની સજા ફટકારી હતી. બન્ને કેસમાં ૧૦-૧૦ વર્ષની સજા આપી હતી. ગુરમીતે બન્ને સજા અલગ અલગ કાપવાની રહેશે. આ સ્થિતિમાં ૫૦ વર્ષના રામ રહીમ ૭૦ વર્ષ સુધી જેલમાં રહેશે. બન્ને કેસમાં રામ રહીમને ૧૫-૧૫ લાખ ‚પિયાનો દંડ પણ થશે. જેમાંથી ૧૪-૧૪ લાખ ‚પિયા પીડીતાને મળશે. ડેરાએ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. અદાલવતમાં લો પ્રોફાઇલ અને પ્રમાણિકતા માટે જાણીતા જજ જગદીશસિંહ ૨૦૧૨માં ન્યાયતંત્ર સાથે જોડાયા હતા. કાર્યક્ષમતાના કારણે તેમને સીબીઆઇ કોર્ટની જવાબદારી સોંપાઇ હતી. જે તેમણે બાબા રામ રહીમના કેસમાં નીભાવી હતી. હવે બાબાને વધુ સજા થવાની શકયતા છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિની તેમજ ડેરા સચ્ચા સૌદાના મેનેજર રણજીત સિંઘની હત્યાના કેસમાં બાબા દાષિત ઠરશે તો તેમની સજા વધી જશે.