સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને તેને પૂજા વિધિ અથવા પ્રસાદમાં પણ સામેલ કરવામાં આવે છે. ધાર્મિકતાની સાથે તુલસીના છોડનો ઉપયોગ દવામાં પણ કરવામાં આવે છે. સનાતન ધર્મમાં માનતા લોકો તુલસીના છોડની વિધિપૂર્વક પૂજા કરે છે. સાંજે તેઓ દીવો પ્રગટાવીને જળ ચઢાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે. શાસ્ત્રો મુજબ, તુલસીના બે પ્રકાર હોય છે, એક રામ અને બીજી શ્યામ.
.હિંદુ ધર્મમાં રામ અને શ્યામા બંને તુલસીને શુભ માનવામાં આવી છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રામ તુલસી લગાવવી ખૂબ શુભ રહે છે. કારણ કે રામ તુલસી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આકર્ષિત કરે છે. રામ તુલસીની લોકો વિધિવત પૂજા કરે છે, જ્યારે શ્યામ તુલસીનો ઉપયોગ ઔષધિઓ તરીકે કરવામાં આવે છે.