તાજેતરમાં ભારતના હાથે મ્હાત ખાઈ ગયેલા પાકિસ્તાનની ભારત સાથે સંબંધો સુધારવાની તજવીજ

ભારતમાં સમયાંતરે આંતકી હુમલા કરાવતા પાકિસ્તાન પર તાજેતરમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરીને સબક શીખવ્યો હતો. તે બાદ દુનિયાભરમાં વગોવાઈને બચાવની સ્થિતિમાં આવી ગયેલા પાકિસ્તાને ભારત સાથે પોતાના સંબંધો સુધારવા તજવીજ શરૂ કરી છે જે માટે શીખોના પવિત્ર યાત્રાધામ કરતારપૂર કોરીડોર બનાવવા ભારત સરકાર સાથે બેઠકો યોજવા તૈયારી દાખવી હતી. જે બાદ, ઈમરાનખાન સરકારે કાશ્મીરી પંડિતો માટે અતિ શ્રધ્ધાના સ્થળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા પૌરાણિક શારદાપીઠનો ભારતીય શ્રધ્ધાળુઓના દર્શનાર્થે ખોલવા માટે તૈયારી દાખવી છે.

પાક. કબજાગ્રસ્ત કાશ્મીરમાં આવેલ શારદાપીઠ વૈદિકકાળનું પૌરાણિક હિન્દુ મંદિર ગણવામાં આવે છે. કરતારપૂર કોરીડોર બાદ શારદાપીઠ ધાર્મિક કોરીડોર બંને દેશોનાં સંબંધો વધુ સુદ્દઢ બનાવશે. ઈસ્લામાબાદ સરકારે જોકે હજુ સુધી આ અંગે ભારત સાથે કો, શરતી મુસદ્દી તૈયાર નથી કર્યો પરંતુ પાક સતાવાળાઓએ આ નિર્ણયની જાણકારી પત્રકારોને આપી હતી અને પત્રકારોએ ઈમરાન ખાન સરકારે શારદાપીઠના દરવાજા ખોલવાની ભારતની લાંબાસમયની માંગણીનો સ્વીકાર કરવા લીલીઝંડી આપી હતી.

પાકિસ્તાન એ ભારતના વિદેશ મંત્રાલયે કરતારપૂર પછી હિન્દુઓ માટે પાકિસ્તાનની શારદાપીઠના દરવાજાઓ ખુલશે તેવા નિર્દેશ આપ્યા બાદ વડાપ્રધાન ઈમરાનખાને આ અંગે વ્યવહા‚ અભિગમ અપનાવ્યો હતો.પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં આવેલું શારદાપીઠ તીર્થક્ષેત્ર કાશ્મીરી પંડિતો માટે ખૂબજ મહત્વનું ધર્મસ્થલ માનવામાં આવે છે તે છેલ્લા કેટલાક વર્ષથી ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં નીલમખીણમાં વસેલા શારદા ગામમાં આવેલું આ મંદિર બુધ્ધિઝમ અને હિન્દુઝમની વિશ્ર્વ વિખ્યાત શારદાપીઠને લઈને પ્રાચીન સમયથી ખૂબજ જાણીતું છે.ઈમરાનખાન સરકાર પાકિસ્તાનમાં આવેલા હિન્દુ દેવસ્થાનોમાં ભારતનાં શ્રધ્ધાળુઓ સરળતાથી દેવદર્શન કરી શકે તે માટે પરસ્પરનાં નિયંત્રણો હટાવવાના પગલા માટે સકારાત્મક વલણ ધરાવે છે. કરતારપૂર કોરીડોર બાદ ભારતીય શ્રધ્ધાળુઓ માટે શારદાપીઠના દરવાજા ખોલવાના પાકિસ્તાન સરકારના નિર્ણય ને જોરદાર આવકાર મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.