આગામી તા. 19 જુલાઇના રોજ વિશાલ વડાવાલા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’ સિનેમા ઘરોમાં રજૂ થવા જઇ રહી છે. જેમાં રિવા રાચ્છએ લીડ રોલની ભૂમિકા ભજવી ફિલ્મ ઇન્ટસ્ટ્રીમાં મેઇન રોલ તરીકે સૌપ્રથમ ફિલ્મ કરી છે. ‘રામ ભરોસે” ફિલ્મની સ્ટાર કાસ્ટે ‘અબતક મીડિયા’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મ વિશેની રસપ્રદ વાતો વર્ણવી હતી.
અત્યારે હિન્દી ફિલ્મોનો યુગ છે. હિન્દી ફિલ્મો, વેબ સિરિઝોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ગુજરાતી ફિલ્મ મેકર્સ માતૃભાષાનું ગૌરવ જાળવી રાખતાં ગુજરાતની વૈવિધતા અને ગુજરાતની સંસ્કૃત્તિ તેમજ તેની ભવ્યતા અને ગુજરાતનો વારસો દર્શકો સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક સૌરાષ્ટ્રની માટી સાથે જોડાયેલ વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ એટલેકે ‘રામ ભરોસે’ 19 જૂલાઇના રોજ સિનેમાઘરોમાં રજૂ થવા જઇ રહી છે. વ્યક્તિના જીવનમાં ઘણી વખત કઠીને પરિસ્થિતિ આવતી હોય છે અને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં વ્યક્તિના હાથમાં કંઇજ ન હોવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે બધું ઈશ્વર પર છોડી દયે ત્યારે રામ ભરોસે જેવું થઇ જાય છે. આવું જ કંઇક ફિલ્મનું નામ રામ ભરોસેને રસપ્રદ રીતે રજૂ કરે છે.
રામ ભરોસે ફિલ્મમાં રિવા રાચ્છ, ધૈર્ય ઠક્કર, નિવેષ પરમાર, જગજીતસિંહ વાઢેટ, મીરલી પટેલ, એકતા ડાંગર, મૌલિક નાયક, ગીરોગ આનંદ, અભિજ્ઞા મહેતા, મયુર ચૌહાણ, એકા મિચલએ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના ડાયરેક્ટર વિશાવ વડવાલા છે. તો ફિલ્મના પ્રોડયૂસર કેતન રાવલ, મનિષ જૈન, અજિત જોશી, માલતીબેન દવે, મનિષ પટેલ અને તેજવ રાવલ છે. ક્રિએટિવ પ્રોડયુતર પ્રવિણકુમાર ખીચો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ એ અબતક મીડયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
એક ગુજરાતી કહેવત છે કે, “મોરના ઈંડા ચીતરવા ન પડે’ આ કહેવતને સાર્થક કરી ગૌરવ વધારી રહ્યા છે. રિવા રાચ્છ, જામનગઆ -નાટ્ય ક્ષેત્રે જાણીતુ નામ એવા વિરલ રાચ્છની સુપુત્રી રિવા રાક ‘રામ ભરોસે’ ફિલ્મમાં શ્રીડ રોલ નિભાવી રહ્યા છે.
અબતક મીડિયા’ની મુલાકાતે આવેલા રિવાએ કલાકારોએ જણાવ્યુ હતું કે, આ ફિલ્મ ગીરના ગામડાંની સ્ટોરી ટીનએઇજ લવ સ્ટોરી ઉપર છે. ફિલ્મમાં રોમાન્સ, કોમેડી બધુ હોવા છતાં ક્લિન એન્ડ નીટ ફિલ્મ છે. લોકો પરિવાર સાથે નિહાળી શકે તેવી આ ફિલ્મ છે. લાઈફમાં અનેક પ્રોબલમ્સ હોય અને તેનું કોઈ સોલ્યૂશન મળતું ન હોય. હવે શરણ થવા સિવાય કોઇ વિકલ્પ ન હોય તેમ રામ ભરોસે થવાની વાત એટલે ફિલ્મ ‘રામ ભરોસે’ આ ફિલ્મ તેના પાત્રોના ગતિમય જીવન તથા ગુજરાતી સંસ્કૃતિના મિશ્રાયને સ્પેરી પડદે જીવંત કરે છે. આ ફિલ્મનું શુટિંગ ગિર, લુશાળા, ડાડેરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલું છે. અંગે ઉલ્લેખનિય છે કે રિવા અગાઉ મુંબઇમાં અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓ 9 વર્ષ સુધી થિયેટર સાથે સંકળાયેલા રહ્યા છે અને છેલ્લા દોઢ કે બે વર્ષથી ગુજરાતી ફિલ્મો, વેબ સિરિઝમાં અભિનય કરી ચૂકયા છે. તેમણે કચ્છ એક્સપેસ, બુશટ ટિ શર્ટ જેવો ફિલ્મો, વેબસિરિઝમાં અભિનવના ઓજસ પાથર્યા છે અને હવે સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ સાથે આવી રહ્યા છે. ફિલ્મ વિશે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં તેઓ કેસર” નામની યુવતિનો રોલ નિભાવે છે.
આ ફિલ્મમાં કેસરના પ્રેમી તરીકે કેશવનો રોલ ધૈર્ય ઠક્કર નિભાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેમણે તેના જીવનમાં ક્યારેય ગામડાની મુલાકાત નથી લીધી. તેમના પરિવાર, સગા-સબંધી, મિત્ર કે કોઇ ગામડામાં રહેતું નથી. એટલે ક્યારેય ગામડાંમાં જવાનું થયું નથી, પરંતુ આ ફિલ્મના શુટિંગ માટે સૌપ્રથમ વખત ગામડાંમાં જવાનું થયું. લગભગ 30 દિવસ ગ્રામ્ય વિસ્તારોમાં રહ્યા તેનો ખૂબ જ સુંદર અને અવિસ્મરણીય અનુભવ થયો ગામડાના નિખાલસ લોકો અને તેમનો સુંદર સ્વભાવની ખૂબ જ સારી યાદો બની. વડીલો ગ્રામ્ય લોકોની અને ગ્રામ્ય જીનની પ્રશંસા કરતાં તે માત્ર સાંભળ્યું હતું પરંતુ આ શુટિંગથી અનુભવ્યાનું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પિકચર તેમના માટે સંબંધોની પિકચર છે.
કેશવના પરમ મિત્રનું પાત્ર ભજવી રહેલ પરાગ એટલે કે, નિલેષ પરમાર એ જણાવ્યું હતું કે, રોજિંદી લાઇફમાંથી આ ફિલ્મ અને તેના શુટિંગ. દરમિયાન નવી લાઇફનો અનભવ થયો. કેશવ કેસરના પ્રેમમાં હોય છે. કેશવનો પરમમિત્ર પરાગ દોસ્તી માટે બન્ને કોઇપણ મુસિબત સામે લડવા તૈયાર હોય છે. શુટિંગ દરમિયાન પણ ખૂબ મજા આવી હોવાનું તેમણે જણાવ્યું હતું તથા વધુમાં જણાવ્યું હતું કે, એક યંગ ટીમ છે અને મસ્તીખોર ટીમ પણ છે. શુટિંગ ખૂબ એન્જોય કર્યું.
ભારતના જાણીતા વેનિટીવેન વેન્ડર મુંબાદેવી વિઝન્સના કેતન રાવલ હવે ફિલ્મ નિર્માતા બન્યા છે અને આ રામ ભરોસે ફિલ્મથી પર્દાપણ કરી રહ્યા છે. ફિલ્મનું ટિઝર લોન્ચ થઇ ચૂક્યુ છે અને 19 જૂલાઇએ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલિઝ થવા જઇ રહી છે. તળપદી કાઠીયાવાડી ભાષાના ફિલ્મી ડાયલોગ તેમજ ફિલ્મમાં મુખ્ય સ્ત્રીપાત્રની સુંદરતા, ગિરના ગામડાની પ્રકૃતિ, ગામઠી શૈલી દર્શકોર્ડ ખૂબ જ પસંદ પડશે.