બેંક પાસે હથિયાર ધારી સિક્યુરિટી ગાર્ડ જ નથી…
બેંક મેનેજર છાતી ઠોકી કહે છે કાઈ ન થાય….
જેતપુરની કણકીયા પ્લોટમાં રાજકોટ નાગરિક બેંકના તમામ વિભાગ હાલ અન્ય જગ્યાએ બેંક નું રીનોવેશન કરવાનું હોય અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે અને જૂની બિલ્ડિંગમાં માત્ર લોકર વિભાગ જ રાખવામાં આવ્યો છે જ્યાં લોકર વિભાગનો એક કર્મચારી તેમજ એક ઓછા પગાર વાળો 60 વર્ષનો વૃધ્ધ સિક્યુરિટી નો માણસ કે જેની પાસે સાદી એક લાકડી પણ નથી માત્ર ગાર્ડ નો ડ્રેસ પહેરેલ છે. આખી જૂની બિલ્ડીંગ માં એક કર્મચારી અને એક વૃદ્ધ ગાર્ડ અને લોકરમાં લોકોના કરોડોના અગત્યના દસ્તાવેજ તેમજ દાગીના પડયા છે.જો કોઈ 5 થી 6 લોકો લૂંટ કરવા આવે તો આ બંને કર્મચારીનું શું આવે?
લોકોના લોકરોની સુવિધા અંગે બેંક આંખ આડા કાન કરી રહ્યા છે. દરેક લોકર ધરાવતી બેન્કો પાસે હથિયાર ધારી સિક્યુરિટી ગાર્ડ રાખેલ હોઈ છે પણ આ નાગરિક બેંક રામ ભરોસે ચાલે રહી છે લોકોના કરોડોના માલસમાન ની કોઈ ચિંતા નથી. પોતાનું લોકર વિભાગ સુરક્ષિક છે તેને કશું થવાનું નથી તેવું માની રહી છે. આ અંગે જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો બેંક પરથી લોકો નો ભરોસો ઉઠી જાય તો નવાઈ નહિ? અમારી બેન્કની આજ પ્રણાલી છે….લલિત જોષી.(બ્રાન્ચ મેનેજર)
રાજકોટ નાગરિક બેન્કની જેતપુર શાખાના લોકર વિભાગ ના સિકરયુટી વિશે બ્રાન્ચ મેનેજર લલિત જોષી ને પૂછતાં તેમણે ગર્વ થી જણાવેલ કે અમારી બેંકમાં હથિયાર ધારી સિક્યુરિટી ની પહેલેથી બેંકની પ્રણાલી નથી. જાણે મેનેજર ને લૂંટારુ કહી ગયા હોય કે અમે તમારી બેંક સામે જોંસુ પણ નહીં લાગી રહ્યું છે.જે કોઈ ખાતેદારને સિક્યુરિટી અંગે ફરિયાદ કરવી હોય તે હેડ બ્રાન્ચમાં કરી શકે છે