મંદિરનું અલૌકિક દ્રશ્ય અને અદભૂત પરિસરમાં નિરવ શાંતિની અનુભૂતિ થાય છે

રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે પાંચ શીખરોથી શોભાયમાન તેમજ શ્ર્વેત ધવલ કોતરણી અને ધાંગધ્રા પથ્થરોથી બનેલું ર્માં અંબાજીનું મંદિર ખૂબજ સુંદર છે. આ મંદિરનું પૂન: નિર્માણ થયેલું છે.

મુખ્ય શિખરમાં ર્માં અંબાજી, બીજા શીખરમાં દેવોના દેવ મહાદેવ, ત્રીજા શીખરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી, ચોથા શીખરમાં મર્યાદા પુરૂષોતમ શ્રીરામ, શ્રી જાનકી તથા લક્ષ્મણજી અને પાંચમા શીખરમાં શ્રીરામભકત હનુમાનજી મહારાજ બીરાજમાન છે. આ મંદિરનું પરિસર અદભૂત અલૌકિક છે. ર્માંના સાંનિધ્યમાં તમામ આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે. મંદિરમાં પ્રવેશતા જાણે એવું લાગે કે આબુ-અંબાજીના મંદિરમાં પહોચી ગયા.

આ મંદિરના પૂન: નિર્માણ અર્થે ભૂમિપૂજન તા.૨૫/૫/૨૦૧૮ના રોજ પોલીસ કમિશ્નરના હસ્તે કરવામાં આવેલું ત્યારબાદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તા.૨૮-૨-૨૦૨૦ થી તા.૧-૩-૨૦૨૦ સુધી ત્રણ દિવસ હવનોત્સવ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મંદિર ખૂલ્લું મૂકવામાં આવેલું આ મંદિરની અખંડ જયોત મોટા અંબાજી ખાતેથી વાજતે ગાજતે લઈ આવવામા આવી હતી.

Screenshot 3 4 1

મુખ્ય મંદિરમાં બિરાજમાન ર્માં અંબાજીના દર્શન અલૌકિક છે. માં અંબાએ સોળે શણગાર સર્જયા છે. હાથમાં બાજુબંધ ને બેરખા, નાકે નથણી, પગમાં પાયલ, કાનમાં કુંડળ અને સિંહ ઉપર અસવાર ર્માં અંબાજી દિવ્યમાન લાગી રહ્યા છે. મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે ર્માં અંબાની જમણી તરફ વેદોની દેવી ગાયત્રી અને ડાબી તરફ માં ખોડીયાર શોભી રહ્યા છે.

રાત્રીનાં સમયે આ દ્રશ્ય જોવામાં આવે તો ટમટમતા તારલાઓ આકાશમાં ઝગમગે તેમ ર્માંનુ મંદિર સાતે રંગોથી રંગાયેલું દ્રશ્યમાન થાય છે.

Screenshot 2 10

એન્કર: હીરલ ઠકકર

કેમેરામેન: ગોપાલ ચૌહાણ, નિશીત ગઢીયા

ડ્રોન તસવીર: કરન વાડોલીયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.