રજુઆત કરવા ગયેલા ખેડુતો અને કોંગી કાર્યકરોએ મામલતદાર હાજર ન હોવાથી રામધુન બોલાવી
સાયલા તાલુકાના ક્રોંગ્રેસ કાર્યકરો અને ખેડુતો પાણી, દેવામાફી, પાક વિમાની માંગણી લઇને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતાં. પરંતુ મામલતદાર હાજર ન હોવાથી કાર્યકરો અને ખેડૂતોઓ મામલતદારની ચેમ્બરમાં બેસીને હલ્લાબોલ કર્યો હતો. સાયલા તાલુકાના અનેક ખેડૂતોએ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ કૃષી ધીરાણ લઇને વીમાનું પ્રિમિયમ ભર્યું છે. ખેડુતોના પાક નિષ્ફળ જતા પાક વીમો આપવા તેમજ સૌની યોજના હેઠળ થોરીયાળી, નીંભણી, સબુરી, મોરસલ ડેમમાં નર્મદાના નીર ભરીને ખેડૂતોના પાક અને પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે જિલ્લા પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ ખાચર, પૂર્વ સાંસદ સવસીભાઇ મકવાણા, સાયલા તાલુકા ક્રોગ્રેસના પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, ગેલાભાઇ રબારી, ગોપાલભાઇ મકવાણા, સુરેશભાઇ મકવાણા, પિન્ટુભાઇ જાડેજા, કલ્પનાબેન મકવાણા, સહીત મોટી સંખ્યામાં ઉપસ્થીત આગેવાનોએ મેદાનમાં ઉતર્યા હતા. જેમાં લાલબાપા મંદીર પાસેથી મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રેલીનું આયોજન કયુ હતુ. ત્યારબાદ મેઇન બજારથી નેશનલ હાઇવેથી પસાર થતી રેલીના કારણે હાઇવે ઉપર વાહનોના પૈડા થંભી જતા ચકકાજામ થયો હતો. ખેડૂત રેલી સાયલા મામલતદાર કચેરીએ પહોંચી હતી. પરંતુ મામલતદાર હાજર ન હોવાથી કાર્યકરો અને ખેડુતોઓ મામલતદારની ચેમ્બરમાં બેસી ગયા હતાં. ભાજપના નેતાઓ પાણી, ઘાસચારો, પાક વિમોના પ્રશ્નનો ઉકેલ લાવતા નથી. ત્યારે સરકારી બાબુઓની પણ કચેરીમાં ગેરહાજરીથી ખેડુતોમાં રોષ જોવા મળતો હતો બાબતની જાણ થતા મામલતદાર પી.બી.ચૌહાણને આવેદન સ્વીકારી ખેડુતોની માંગણી સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.