વધતા જતા અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતતા લાવવા રાજય સરકાર દ્વારા માર્ગ સૌજન્ય અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા રોડ કેર્ટસી કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને ત્રિકોણબાગથી એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિઘ્ધાર્થ ખત્રી તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, અમે ટ્રાફિકને લગતા અલગ-અલગ કેમ્પેયન કરીએ છીએ. અત્યાર સુધી જે કેમ્પેયન કરવામાં આવ્યું છે તે પોતાના રક્ષણ માટે, પોતાની સુરક્ષા માટેનું કેમ્પેયન હતું. જેમાં સીટ બેલ્ટનો વપરાશ, ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો તથા હેલ્મેટનો ઉપયોગ કરવા માટેના સુચનો હતા ત્યારે ઓકટોબર મહિનામાં રાજય સરકાર કર્ટસી ડ્રાઈવીંગ તરીકે મનાવી રહી છે. તેને માનવતા વલણ રાખીને પોતાની સાથે જે બીજા પણ ડ્રાઈવીંગ કરે તેના માટેનું કેમ્પેયન છે. એમાં મુખ્ય પાંચ પહેલુને કવર કરવામાં આવ્યા છે. પ્રથમ એ છે કે સેઈફ ડ્રાઈવીંગ કરવાનું, બીજો રીસપેકટ સાથે ડ્રાઈવીંગ કરવાનું.
નાની-મોટી ભુલ દરેક સાથે થાય છે અને તેની ભુલને તાત્કાલિક ગુસ્સો કરવાને બદલે દરગુજર કરવાના હેતુ સાથે માફ કરવાના હેતુથી આગળ વધવું જોઈએ. ત્રીજુ એ કે પોતાનામાં પણ પેશન્સ રાખવું જોઈએ. વાહન વ્યવહાર કરતી વખતે હોર્નનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરવો જોઈએ. સામે આવતી ગાડીને ખતરો નજર પડે ત્યારે તેને સમયસર આભાસ કરાવવા માટે હોર્ન વગાડવા જોઈએ. પોતાની હાજરીનો અભ્યાસ કરાવવા માટે હોર્નનો ઉપયોગ ન કરવો જોઈએ.
છેલ્લું સૌથી મહત્વનું એ છે કે તમે બધા માટે ક્ધસીટ્રેટ હોવા જોઈએ. ખાસ કરીને ઈમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ કોઈની જીવ રક્ષા માટે જતુ હોય તો તેને ક્ધસીટ્રેટ હોવા જોઈએ. હાઈવે પર વાહન વ્યવહાર કરતા સમયે જમણી બાજુની લેઈનને ખાલી રાખવી જોઈએ. અમારો ખાસ હેતુ એ છે કે તમે ડ્રાઈવીંગ કરતા હોય ત્યારે પોતાના ધ્યાન સાથે સમાજના બીજા લોકોનું પણ ધ્યાન રાખો. આ બધી સમાજ સેવા ગણાય. જયારે તમે બીજાનું પણ ધ્યાન રાખતા હશો. બીજાની ખુશીમાં પોતાની ખુશી ગોતશો તો ઘણુ સારું થશે તે સાથે અમે આ કટર્સી કેમ્પેયનીંગની શરૂઆત કરી છે.