ભારતમાં રહેતા મનુવાદી લોકો બંધારણને દરિયામાં ફેંકી દેવાની વાતો કરતા હતા તેવા લોકોના હાથમાં શાસન છે ત્યારે તેમની પાસે બંધારણ બચાવો અપેક્ષા ખોટી છે અને હાલ આ દેશમાં સ્વાયત સંસ્થાઓ ઉપર તરાપ મારે છે.
રાજકોટની જુદી-જુદી ૨૨ સંસ્થાઓની એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં નકકી થયા મુજબ બધી જ સંસ્થાના પ્રમુખો અને મંત્રીઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવોની રેલીનું આયોજન કરવા બદલ ટીમનો આભાર વ્યકત કર્યો અને દલિત સમાજની ૨૨ સંસ્થાઓએ એક જ સુરે જણાવ્યું કે, તમામ મુજબની સંસ્થાઓ દ્વારા આ રેલીને સમર્થન આપીએ છીએ અને આવતીકાલે દલિત સમાજના હજારો લોકો આ રેલીમાં જોડાશે.