સિવિલ હોસ્પિટલના સહયોગથી કાલે રકતદાન કેમ્પ
આવતીકાલ તા.૨૪ને રવિવારના રોજ મોદી સ્કૂલ ઈન્દ્રપ્રસ્થનગર અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બહોળા પ્રમાણમાં રકતદાન થાય અને તે રકતદાન જરૂરીયાતમંદ લોકોને પ્રાપ્ત થાય તે હેતુથી મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. મોદી સ્કુલની બધી બ્રાન્ચના ધો.૯ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સવારના ૬:૩૦ વાગ્યાથી રેલી કાઢવામાં આવી હતી. તેમાં મોદી સ્કુલના ટ્રસ્ટી ધવલભાઈ મોદી, આત્મનભાઈ મોદી, હેતભાઈ મોદી તથા સ્કાઉટ એન્ડ ગાઈડના સ્ટેટ કમિશનર જર્નાદનભાઈ પંડયા, સ્ટેટ સેક્રેટરી મહેતા મનીષભાઈ તથા સ્કૂલના પ્રિન્સીપાલોએ રેલીને લીલીઝંડી આપી શરૂઆત કરી હતી. રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સુત્રોના નારા લગાવ્યા હતા. આવતીકાલે પી.વી.મોદી સ્કૂલ, ઈન્દ્રપ્રસ્થનગર અને વી.જે.મોદી સ્કૂલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. સીવીલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને મોદી સ્કૂલના સંયુકત ઉપક્રમે કેમ્પમાં રકતદાન કરવા અનુરોધ કરાયો છે.