હાલમાં ભાજપ સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ નો કાયદો પસાર કરવામાં આવ્યો છે તે અનુસંધાને આ કાયદાનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતાં દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી અને આ કાયદાના સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓના હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બંધુઓને ભારતીય નાગરિકતા અને સ્વાભિમાન પૂર્વક જીવનના તેમના અધિકારનું રક્ષણ કરવા માટે જે કાયદો ઘડ્યો છે તેના સમર્થનમાં ધ્રોલ તાલુકામાં સવિધાન બચાવો મંચ દ્વારા ધ્રોલ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં ધ્રોલ ગાંધી ચોકથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી. આ રેલીમાં એક હજારથી પણ વધારે લોકો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ સવિધાન મંચના આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો. ધ્રોલ પી.એસ.આઇ વી.કે.ગઢવી દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.