પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ડીસીપીને તપાશ સોપવાની આપી ખાત્રી
ભાવ વધારાનો વિરોધ વ્યકત કરતા પોલીસ દ્વારા થયેલા દુરવ્યવહારના ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘા
પેટ્રોલ-ડિઝલ ભાવ વધારા સામે કોંગ્રસ પક્ષ દ્વારા લોકશાહી ઢબે કરવામાં આવેલા વિરોધમાં કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા સાથે પોલીસે કરેલા દુરવ્યવહારથી ગરાસીયા કાઠી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલને કરેલી રજૂઆતમાં ડીસીપીને તપાસ સોંપવામાં ખાત્રી આપવામાં આવી છે.વધુ વિગત મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજયમા પેડ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ વધારા સામે લોકરોષની વાચા આપવા રાજકોટ શહેર કોગ્રેસ દ્વારા ઘોડા અને સાયકલ પર વિરોધ પ્રદર્શિન કરવાનું નકકી કરવાના આવેલું જેમાં યુવા કોંગી અગ્રણી રાજદિપસિંહ જાડેજા કાલાવડ રોડ પરથી ઘોડા પર ઘોડેસ્વારી કરી પાતિક રોડ પર પહોંચયા ત્યારે બે જીપમાં ધસી આવેલા એ.સી.પી. રાઠોડ, પી.આઇ. વી.કે. ગઠવી, અને પી.એસ.આઇ. જેલલીયા સહિત સ્ટાફે ખાખીનો લાજવે તેવી ભાષાનો ઉપયોગ કરી ધરપકડ કરી હતી.એ.સી.પી. રાઠોડ દ્વારા ઘોડા જેવા પ્રાણી સાથે કરેલા વ્યવહારથી અશ્ર્વપ્રેમી જનતામાં રોષ પ્રગટયા છે. આ મામલે આગમી દિવસોમાં રજૂઆત કરવાનો તખ્તો ઘડાય રહ્યો છે.
યુવા કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા સાથે પોલીસે કરેલા દુરવ્યવહારથી ક્ષત્રિય સમાજ દ્વારા કરણીસેના દ્વારા આજે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલને લેખિત રજૂઆત કરી પગલા લેવા માંગ કરી છે.પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ સાથે વિડીયો કોન્ફરન્સથી કરવામાં આવેલી રજૂઆતમાં પોલીસ કમિશ્ર્નરે ન્યાયની ખાત્રી આપી ડીસીપી કક્ષાના અધિકારીને તપાશ સોપવાનું કહ્યુ હતું.
આ રજૂઆત વેળાએ કરણી સેનાના પ્રમુખ જે.પી. જાડેજા, સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા,જયપાલસિંહ જાડેજા(નાના વડિયા) ,પ્રવકતા કિપાલસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (કોઠારીયા), રાજભા જાડેજા (વાગુદડ), અનિરૂધ્ધસિંહ જાડેજા (હડમતિયા), અશોકસિંહ વાઘેલા, દેવેન્દૅસિંહ ગોહિલ, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, આદિત્યસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા અને હેમેન્દ્રસિંહ વાવડી સહિતના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજદિપસિંહ સાથે પોલીસે કરેલા દુરવ્યવહારને વખોડી કઢાતુ બાર એશો.
બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ રાજદિપસિંહ અજીતસિંહ જાડેજા દ્વારા તા.૨૯ રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે શાતી પુર્વક વિરોધ કરેલો હોય તે દરમ્યાન પોલીસ અધિકારીઓ દ્વારા તેમણે ઘોડા પરથી પછાડી દઇ મારામારી કરી ગાળો આપી તેમની સાથે કાયદાથી વિરૂધ્ધની કાર્યવાહી કરી ધરપકડ કરેલી હોય આ બનાવને બાર એશોસીએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરે છે. તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓ વતી રાજકોટના કોઇપણ વકીલો બચાવ પક્ષે રોકાય તેવી બાર એશોસીએશન દ્વારા વિનતી કરવામા આવી છે.