રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તેમના લગ્નની પ્રથમ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંનેએ પંજાબી અને સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. રકુલ પ્રીત સિંહ આછા ગુલાબી રંગના લહેંગામાં અપ્સરાની જેમ સુંદર લાગી રહી છે, જ્યારે જેકી ભગનાની સફેદ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘હવે તમે કાયમ મારા છો.’ આ કપલના લગ્નમાં ફિલ્મી દુનિયાના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.