પંચવટી કાર્યક્રમમાં લોક ગાયક માલદે આહીર સહિત પાંચ લોકોને “ઉપલેટા રત્ન” કરાયા સન્માનિત
ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કરાયું સન્માન
ઉપલેટા નગર પાલિકા અને શહેરની પ્રથમ હરોળની સામાજીક સંસ્થા ક્રિષ્ના ગૃપ દ્વારા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.ગોવિંદભાઇ સુવાની સ્મૃતિમાં પંચવટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ઉ5લેટા લોક લાડીલા લોકસેવકો સાંસદ અને ધારાસભ્યની રક્ત તુલા તેમજ શહેરના યુવા-યુવતીઓ દ્વારા ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલાઓને વિશિષ્ટ સન્માનિત કરાયા હતાં.
માનવ સેવા, સમાજ સેવા જેમના હૃદ્યમાં સર્વોપરી રહી તેવા ક્રિષ્ના ગૃપના પથદર્શક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ સુવાની નવમી પુણ્યતિથિ નિમિતે નગરપાલિકા અને ક્રિષ્ના ગૃપના સંયુક્ત ઉપક્રમે મહારક્ત દાન શિબીર, રક્તતુલા, મારૂ ગામ-મારી વાત, સામાજીક સંસ્થાઓ તેમજ વિશેષ પ્રતિભા સન્માન જેવા પંચવટી કાર્યક્રમમાં સર્વ પ્રથમ રક્તદાન શિબીરનો પ્રારંભ સુવા પરિવારના વયોવૃધ્ધ પરબતભાઇ ચનાભાઇ સુવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં 375 જેટલી રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ.ગોવિંદભાઇ સુવાને વંદન કર્યા હતાં. ત્યારબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉન હોલમાં વિશાળ શહેરીજનોની હાજરીમાં યોજાયો હતો. તેમાં આવેલા મહેમાનો અને શહેરીજનોનું સ્વાગત પ્રવચન પાલિકાના પ્રમુખ અને ક્રિષ્ના ગૃપના મયુરભાઇ સુવાએ કરી નગરપાલિકાની કામગીરીનો ચિતાર આપ્યો હતો. આગામી દિવસોમાં પાલિકા દ્વારા વિકાસ કામોની રૂપરેખા રજુ કરી હતી.
રક્તતુલા કાર્યક્રમમાં લાડીલા લોક સેવકો સાંસદ રમેશભાઇ ધડુક અને નવ નિયુક્ત ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયાની રક્ત તુલા કરાઇ હતી. મારૂ ગામ, મારી વાત વિચાર ગોષ્ઠીમાં લોક ગાયક માલદે આહિર, દેવરાજભાઇ ગઢવી અને શિક્ષણવિદ્ હેતલ હિગરાજીએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતાં. શહેરની સેવાની મિશન અભિમન્યુ, એનીમલ હોસ્ટેલ, રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, પર્યાવરણ જાગૃત્તી, સિધ્ધનાથ એરાટ્રેબલ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ, જૈન જાગૃત્તિ ટ્રસ્ટ, દિવ્ય જ્યોત, દિવ્યાંગ સંસ્થા સહિત 25 જેટલી સામાજીક સંસ્થાને સન્માનીત કરવામાં આવી હતી. જ્યારે ઉપલેટામાં માલદે આહિર, દેવરાજ ગઢવી, હેતલ હિગરાજીયા, મનસુખભાઇ મકવાણા, કરશનભાઇ ડોડિયાને સન્માનિત કરાયા હતાં.
આ ઉપરાંત વિશેષ પ્રતિભા સન્માનમાં ડોક્ટરો, સી.એ., જર્નાલિઝમ, એન્જીનીયરીંગની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર શહેરના યુવાનો-યુવતીઓને સન્માનિત કરાયા હતા. આ પંચવટી કાર્યક્રમમાં સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, પ્રવિણભાઇ માકડિયા, પ્રવિણ પ્રકાશન વાળા ગોપાલભાઇ માકડિયા મામલતદાર મહેશ ધનવાણી એનીમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઇ માકડિયા પ્રો.પી.ડી. ભેડા ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, બ્રહ્મસમાજના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, ડો.નિમેષ પટેલ કોલેજના પ્રિન્સીપાલ ડો.વલ્લભભાઇ નંદાણીયા, દુધીબેન સુવા, શિક્ષણવિદ્ો રાજેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ભરાડ, સામાજીક સંસ્થાના ભરતભાઇ રાણપરીયા, જયેશભાઇ ત્રિવેદી, જીજ્ઞાબેન વ્યાસ, રજાકભાઇ હિંગોરા, ભગવાનદાસ નિરંજની, કિરણબેન પીઠીયા, અસ્મીતાબેન મુરાણી, રાજેશભાઇ મુજપરા, પરસોત્તમભાઇ સોજીત્રા, ભોલાભાઇ ધોરાજીવાળા, હનીફભાઇ કોડી, ભાજપના આગેવાન કિરીટભાઇ પાદરીયા જીજ્ઞેશભાઇ ડેર, ધવલભાઇ માકડિયા, રવિભાઇ માકડિયા, હરસુખભાઇ સોજીત્રા, અજયભાઇ જાગાણી, જેન્તીભાઇ રાઠોડ, મનોજભાઇ નંદાણીયા, મહાવીરસિંહ વાળા, નિલુભાઇ ગાંધીયા, ઉદ્યોગપતી મીલનભાઇ ગજેરા, રમેશભાઇ પાનેરા, મુકેશભાઇ ગજ્જર, રાજશીભાઇ હુંબલ, સંજયભાઇ મુરાણી સહિત વિવિધ આગેવાનો, વેપારીઓ, નગરજનો હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા, ચિફ ઓફિસર પી.એ.ચાવડા, ઉપપ્રમુખ મંજુબેન માકડિયા, કારોબારી સમિતિના ચેરમેન જેન્તીભાઇ ગજેરા ક્રિષ્ના ગૃપના ભાવેશભાઇ સુવા, જગુભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, રાજનભાઇ સુવાએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેરના જાણીતા યુવા કવિરાજ દિવ્યેશ ચંદ્રવાડિયાએ પોતાની સુમધુર વાણીમાં કર્યું હતું.
પંચવટી કાર્યક્રમમાં જર્નાલિઝમ ડિગ્રી પ્રાપ્ત કરનાર ભરત રાણપરિયાનું સન્માન
શહેરમાં છેલ્લા દોઢ દાયકાથી પોતાની કલમ થકી પ્રજાના પ્રશ્ર્નોને વાંચા આપતા ભરત રાણપરિયાએ પત્રકારત્વ ક્ષેત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચરલ ઓફ જર્નાલિઝમની ડિગ્રી પ્રાપ્ત કરતા નગર પાલિકા અને ક્રિષ્ના ગૃપ દ્વારા વિશિષ્ટ પ્રતિભા સન્માનનો એવોર્ડ સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા, નગર પાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. ભરત રાણપરિયા શ્રેષ્ઠ સાંધ્ય દૈનિક ‘અબતક’ બ્યૂરો ચીફ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.