મેરા ભારત મહાન
પંજાબ પોલીસના ડી.એસ.પી. જગદીશ ભોલાની ૨૦૧૨માં બહાર આવેલ ડ્રગ્સના રેકેટમાં સંડોવણી ખુલતા સસ્પેન્ડ કરાયા
ઉડતા પંજાબ ફિલ્મમાં પંજાબમાં પ્રવર્તિ રહેલા કેફી દ્રવ્યનીમાયાજાળની જગજાહેર થયેલી હકિકતની જેમજ પંજાબમાં ડ્રગ્સ માફીયાઓ અને પોલીસના જવાબદાર અધિકારીઓ વચ્ચે કેવી સાંઠગાંઠ હોય છે તેના પુરાવા રૂપે પંજાબ પોલીસના અર્જુન એવોર્ડ વિજેતા ડી.એસ.પી. ૭૦૦ કરોડના ડ્રગ્સના રેકેટના સુત્રોધાર તરીકે કસુરવાર ઠર્યા હતા.
પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા અર્જુન એવોર્ડ વિજેતા જગદીશ ભોલા ૨૦૧૨માં બહાર આવેલા ૭૦૦ કરોડ રૂપીયાના કેફી દ્રવ્યનારેકેટ સાથેના કનેકશન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા.સસ્પેન્ડેડ પોલિસ અધિકારી જગદીશ ભોલાને બુધવારે મોહાલીની સીબીઆઈ કોર્ટમાં ૨૦૧૩ના ડ્રગ્સ રેકેટ મામલે રજૂ કરવામાં આવ્યો હતા. તત્કાલીન ડીએસપી ભોલા ડ્રગ રેકેટના સુત્રોધારો સાથે સંડોવાયેલા હોવાનું ખૂલતા નવેમ્બર ૨૦૧૩માં ભોલાને ૭૦૦ કરોડના ડ્રગ્સ રેકેટ માટે ઝડપી લીધો હતો.
પંજાબ પોલિસે છ હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ ચલાવતા માફીયા સામે ઓપરેશન હાથ ધર્યું હતુ સીબીઆઈ કોર્ટમાં ભોલા અને અન્ય ૪૯ જેટલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.ભોલો પંજાબમાં ચાલતા ડ્રગ રેકેટમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતો હતો. ભોલો અને તેની ટોળકી હિમાચલ પ્રદેશમાં ધમધમતી દવા બનાવવાની ફેકટરીમાં પ્રતિબંધીત કેમિકલ પહોચાડવામાં અને ઘાતક ડ્રગ આઈસના ઉત્પાદન માટે કાચોમાલ પહોચાડવતુ અને યુરોપ કેનેડા અને આખાતના દેશોમાં તેની સપ્લાય કરવામાં મદદરૂપ થતો હતો.
પંજાબમાં વર્ષોથી ગેરકાનૂની રીતે કેફી દ્રવ્ય વેચાણ ઉપયોગનાં નેટવર્કની ફરિયાદો મળતી રહે છે. પંજાબની આ પરિસ્થિતિને ઉજાગર કરતી ઉડતા પંજાબ જેવી મૂવી પણ બનાવવામાં આવી હતી.રાજયના અર્જુન એવોર્ડ જેવા સન્માનીત એવોર્ડ ધરાવતા ડી.એસ.પી. કક્ષાના અધિકારીની જ જો ડ્રગ રેકેટમાં સંડોવણી નિકળતી હોય તો વાડ જ ચીભડા ગળે અને રક્ષક જ ભક્ષક બનીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો નિકંદન કાઢનારા હોય ત્યાં દેશના લોકોની રક્ષાનું શું વિચારવું?