સર્વાર્થ સિધ્ધિ ને આયુષ્યમાન દીર્ધાયુનો શુભ સંજોગ
આ વખતે ૩ ઓગષ્ટના રોજ આવતો રક્ષાબંધનનો તહેવાર ખાસ બની રહેવાનો છે. ૨૯ વર્ષ બાદ આવો શુભ યોગ આવી રહ્યો છે તેમ જયોતિષમા જાણકારો જણાવે છે. રક્ષાબંધનના દિવસ સર્વાર્થ સિધ્ધિ અને આયુષ્યમાન દીધાર્યુંનો શુભ સંજોગ બની રહ્યો છે. જયોર્તિષવિદ ભૂષણ કૌશલ જણાવે છે કે રક્ષાબંધનના દિવસે કોઈપણ શુભ મૂહૂર્તમાં રાખી બાંધવાનું શુભ રહેશે સાથે સાથે આ સંયોગથી કેવો લાભ લઈ શકાશે તે અંગે પણ તેમણે જાણકારી આપી છે.
રાખડી બાંધવાનો સમય ભદ્રા હોવો ન જોઈએ. કહેવાય છે કે રાવણની બહેને તેને ભદ્રા કાળમાં જ રાખી બાંધી હતી. એટલે રાવણનો વિનાશ થયો હતો.
૩ ઓગષ્ટના રોજ ભદ્રા સવારે ૯.૨૯ કલાક સુધી છે. રાખીનો તહેવાર સવારે ૯.૩૦ કલાકથી શરૂ થશે. બપોરના ૧.૩૫ થી સાંજે ૪.૩૫ સુધીનો સમય ખૂબજ સારો છે. ત્યારબાદ સાંજે ૭.૩૦ થી લઈ રાત્રીનાં ૯.૩૦ સુધી પણ સારૂ મૂહૂર્ત છે.
રક્ષાબંધનના દિવસે ગ્રહ નક્ષત્રોનો સારો યોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિધ્ધિયોગ બને છે. આ સંયોગમાં મોટાભાગની ઈચ્છાઓની પૂર્તિ થાય છે. આ દિવસે રક્ષાબંધન કરવાથી ભાઈ અને બહેનનું આયુષ્ય પણ વધે છે. એટલે કે બંને દીધાયુ બને છે. ૩ ઓગષ્ટે શ્રાવણી પૂનમ છે. આવો યોગ હોય અને પૂનમ હોય તેવું બહુ ઓછુ બને છે. ૨૯ વર્ષ બાદ આવો યોગ આવી રહ્યો છે.
આ દિવસે ચંદ્રમાનું શ્રાવણ નક્ષત્ર છે. મકર રાશીનો સ્વામી શનિ અને સૂર્ય અંદરોઅંદર સમસપ્તક યોગ બનાવે છે. શનિ અને સૂર્ય બંને આયુષ્ય વધારે છે.
હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છે. એટલે ઘણી જગ્યાએ ભાઈ બહેન રૂબરૂ મળી શકશે નહી ભાઈ બહેન અલગ અલગ રહીને પણ રક્ષાબંધન તહેવાર ઉજવી શકશે. બહેન વીડીયો કોલ કરીને ભાઈને જોઈને ભગવાન શ્રી કૃષ્ણની છબી સામે રાખી તેને ભાઈ માની તેની સામે રાખડી રાખક્ષ દયે તો પણ રક્ષાબંધનનું ફળ મળી જશે.
ભાઈ ઓનલાઈન વીડીયો કોલ કરી બહેનને આશીર્વાદ દઈ શકશે. બહેન ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ ભોજનનો ભોગ લગાવી ભાઈને ખાડી દે એટલે ભોજન કરાવ્યા બરાબર સમજાશે.
આ વખતેના આ યોગમાં તમામ ૧૨ રાશીઓનું ભલુ થશે આ દિવસે તમે જે પણ મનોરથ ઈચ્છા વ્યકત કરી રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે તો તે પૂરી થશે તેમ જયોતિષી ભુષણ કૌશલે જણાવ્યું હતુ.