જોહર કાડર્સમાં વૈવિધ્યપૂર્ણ રાખડીઓની જમાવટ
ભાઈ બહેનનો પ્રેમ અનોખો જ છે. એકબીજા સાથે હોય તો જગડયા રાખષ અને એક બીજા વગર ચાલે પણ નહી એવા ભાઈ બહેનના પ્રેમને પ્રતિસાદ આપતો તહેવાર એટલે રક્ષાબંધન ! આ તહેવાર માત્ર રાખડી બાંધવા સૂધી જ સિમિત નથી. એ રાખડીના દોરા સાથે અસંખ્ય લાગણીઓ જોડાયેલી હોય છે. ફરી પાછી રાખડીમાં તો દર વર્ષે અવનવીન વિવિધતા સાથે માર્કેટમાં જોવા મળતી હોય છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. અને રંગીલા રાજકોટના રહેવાસીઓ અત્યારથી જ શોપીંગ કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકો આયાથી રાખડી વિદેશ પણ પોસ્ટ કરતા હોય છે! ત્યારે રાખડી લેવા માટે મોટા ભાગના રાજકોટના રહેવાસીઓ જોહર કાર્ડમાંથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે. અહીંયા લોકો પેઢી દર પેઢીના ગ્રાહકો બંધાયેલા છે અને સામે ખૂબ સારો પ્રતિસાદ પણ આપે છે. કોરોના જેવી ભયજનક બીમારીથી બચવા માટે વેક્સિન જ એક માત્ર ઉપાય છે. ત્યારે રાખડીમાં અવનવિન વેરાયટી જોવા મળી છે જે લોકો માં જાગરૂકતા ફેલાવે!
જોહર કાર્ડ્સમાં પેઢી દર પેઢી લોકો અહીંયા જ શોપિંગ કરવાનું પસંદ કરે છે: હસનેન માંકડા
જોહર કાર્ડ્સ માં માલિક હસનેન માંકડા અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે વાર – તહેવારને લગતી વસ્તુઓમાં અમે દર વખત રાજકોટના લોકોને હંમેશા નવું પીરસવાની કોશિષ: કરતા હોય છે. ગયા વર્ષે અમે કોરોના ને લઈને લોકો માં જાગૃતતા આવે તે માટે એ પ્રકારની રાખડીઓ બનાવી હતી ત્યારે આ વખતે હવે કોરોના સામે લડવું હોય તો વેક્સિન ખૂબ મોટું હથિયાર છે આ ભયજનક વાઇરસ સામે!
વેકસીનને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતા પણ છે ત્યારે જાગૃતતા આવે તે માટે એને એક તહેવાર સાથે જોડીને વેક્સિન અવેરનેસ વાળી રાખડી બનાવવામાં આવી છે. અને વાત કરીએ તો જોહર કાર્ડ્સ માં પેઢી દર પેઢી લોકો અહીંયા આવી શોપિંગ કરવાનું પસંદ કરે છે!
વેક્સિનને લઈ જાગરૂકતા માટે જોહર કાર્ડસ ખૂબ સારી કામગીરી બતાવી રહ્યું છે: વૈશાલી કાનગડ
વૈશાલી કાનગડ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે આ વખત પણ દર વખત ની જેમ રાખડી માં અવનીન વેરાયટી જોવા મળી રહી છે જેમ કે રુદ્રાક્ષ, ગણેશજી, ફેન્સી અક્ષરો માં “વીરા” લખેલું અને આવી તો ઘણી અવનવું ડિઝાઈન છે. ખાસ તો આ વખત જોહર કાર્ડ્સ દ્વારા લોકો માં જાગરૂકતા આવે તે માટે ક્રિયેટિવ રીતના રાખડી બનાવમાં આવી છે જેમાં વેક્સિન ને લઈ તમામ લોકો માં જાગરૂકતા આવે. આ વસ્તુ ને તેહવાર સાથે જોડી અવેરનેસ લઈ આવી
આ ખૂબ જ સરસ માધ્યમ થી લોકો માં જાગરૂકતા આવે તે માટેની કામગીરી કરી રહ્યા છે. રક્ષાબંધન એક એવો તેહવાર છે જે તમામ લોકો ઉજવતા જ હોય છે ત્યારે આ ક્રિયેટીવિટી બિરદાવવા લાયક છે!