શ્રાવણ સુદ પૂનમને રવિવાર તારીખ 22/8/2021ના દિવસે રક્ષાબંધન છે. આ વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્ર દોષ ન હોવાથી રક્ષાબંધનનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. રક્ષાબંધનની સાથે નાળયેરી પુનમ. હપગ્રીવ જયંતિ તથા જનોઇ બદલાવા માટેનો પણ શુભ દિવસ છે. રક્ષાબંધનની વિધી :- રક્ષાબંધનના દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વસ્ત્ર પાથરી કંકુ, ચંદન, ચોખા, મીઠાઇ રાખવો ત્યારબાદ સૌ પ્રથમ ગણપતિ દાદાને દિવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા તથા શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનના ચાંદલો ચોખા કરવા ભગવાનને રાખડી પહેરાવી પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી ત્યારબાદ ભગવાનને મીઠાય અર્પણ કરવી.

ત્યારબાદ પોતાના ભાઇને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠુ મોંઢુ કરાવી દુખણા લેવા. પૌરાણીક કથા અનુસાર કુંતીમાતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાબંધનની રાખડી મોકલી ધર્મનો ભાઇ બનાવ્યો હતો. એક અન્ય કથા અનુસાર શિશુપાલના વધ સમયે શ્રીકૃષ્ણ ભગવાનને આંગળીમાં લાગે છે ત્યારે દ્રોપદીજીએ પોતાની સાડી ફાડી અને શ્રીકૃષ્ણ ભગવાનની આગળીમાં બાંધે છે અને ભગવાને પણ દ્રોપદીજીની રક્ષા કરેલી.

આ દિવસે સાગર ખેડૂત માછીમારો દરીયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પુજન કરે છે. આ દિવસે ભૂદેવો અન્ય જ્ઞાતિના જે લોકો જનોઇ પહેરે છે. તે જનોઇ બદલાવે છે. પંચાગ પ્રમાણે આ વર્ષે જે બ્રાહ્મુખ ઋગ્વેદી છે તેવો એ તા.21/8/21ને શનિવારે જનોઇ બદલાવી તથા શુકલ યર્જુવેદી તથા તૈતરિય બ્રાહ્મણોએ રવિવારે જનોઇ બદલવી તથા અન્ય સર્વ જે જ્ઞાતિના લોકોએ જનોઇ ધારણ કરી હોય તેવોએ રવિવારે રક્ષાબંધનના દિવસે જનોઇ બદલાવી શુભ છે. જનોઇ બદલાવા માહોરા શુભ ગણાય છે કોરા પ્રમણે શુભ સમયની યાદી કોરા સવારે શુક્ર 7.31 થી 8.35, બુધ 8.35 થી 9.39, ચંદ્ર 9.39 થી 10.42, ગુરૂ 11.46 થી 12.50  રાખડી બાંધવા માટેના શુભ સમયની યાદી ચોઘડિયા પ્રમાણે સવારે લાભ 9.39 થી 11.14, અમૃત 11.14 થી 12.50, બપોરે શુભ 2.25 થી 4, રાત્રે શુભ 7.11 થી 8.36, અમૃત 8.36 થી 10.00 અભિજિત મૂહુર્ત બપોરે 12.24 થી 1.15 રાશી પ્રમાણે જુદા-જુદા રંગની રાખડી બાંધવી શુભ છે.

રાશિ અનુસાર રંગ મુજબ રાખડી બાંધવાનું મહાત્મ્ય

  • મેષ: લાલ અને પીળા રંગની
  • વૃષભ: ગુલાબી રંગની
  • મિથુન: લીલા અને બ્લુ રંગની
  • કર્ક: સફેદ અને પીળા રંગની
  • સિંહ: ગુલાબી રંગની
  • ક્ધયા: લીલા અને બ્લુ રંગની
  • તુલા: બ્લુ અને મિક્સ રંગની
  • વૃશ્ચિક : લાલ રંગની
  • ધન: કેશરી રંગની
  • મકર: બ્લુ અને લીલા રંગની
  • કુંભ: બ્લુ તથા ગુલાબી રંગની
  • મીન: પીળા રંગની

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.