‘અબતક’ ના આંગણે આવીને વિગતવાર વર્ણન કરતાં આયોજકો: એપ્લીકેશન લોન્ચ, જાગૃતિ માટે પ્રવચનો તેમજ મહાપ્રસાદ: રાજગોર બ્રાહમણોને જાહેર આમંત્રણ
રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટ દ્વારા તા. ૭ને સોમવારના દિવસે રક્ષાબંધન મહોત્સવની ઉજવણી સામા કાંઠે આવેલ અટલ બિહારી વાજપેઇ ઓડિટોરિયમ પેડક રોડ ખાતે કરવામાં આવશે. જેમાં ૩ થી ૭ જ્ઞાતિના ઉચ્ચ કામગીરી કરનાર લોકોને સન્માનીત કરાશે. તથા જ્ઞાતિજનોની ખાસ એપ્લિકેશન લોન્ચ કરાશે તેમજ જાગૃતિના વિષયો પર ખાસ પ્રવચનો યોજવામાં આવશે. આ અંગે ‘અબતક’ ના આંગણે આવી રાજગોર બ્રાહ્મણ યુથ કલબની ટીમે માહીતી આપી હતી.
આ કાર્યક્રમમાં ‘જો કરો વો દિલ સે’ વિષય પર જાણીતા મોટીવેટર વૈશાલીબેન પારેખ તેમજ મા-બાપ મારી સાચી મૂડી તેમજ બેટી બચાવો જેવા વિષય પર ખાસ પ્રવચનો આપશે. તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ડોકડર્સ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પદવીઓ ધરાવતા વ્યકિતઓના સન્માન અને સંપૂર્ણ કાર્યક્રમ બાદ સાથે ૭ થી ૯ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. સમગ્ર આયોજનની રાજગોર બ્રાહ્મણ યુજ કલબના પ્રમુખ બંકીમભાઇ મહેતા સાથે સમગ્ર ટીમ સંજયભાઇ દવે, મનોજભાઇ મંડિર, અનીલભાઇ જોશી, જસ્મિનભાઇ માઢક, કશ્યપભાઇ દવે, ગીરધરભાઇ જોશી, ધર્મેશભાઇ મહેતા, સંજયભાઇ જોશી, શૈલેષભાઇ દવે, અલ્પેશભાઇ રવિયા, દિનેશભાઇ બોરીસાગર, દિલીપભાઇ તેરૈયા, લલીતભાઇ ઘાંઘીયા, યોગેશભાઇ મહેતા, હરેશભાઇ જોશી, અશ્ર્વીનભાઇ જોશી, ભાવિક પંડયા, આશીષભાઇ મહેતા, રાજેશભાઇ શીલુ, કમલેશભાઇ બોરીસાગર, પ્રદીપભાઇ બોરીસાગર, ધીરેનભાઇ પુરોહિત અને કેતનભાઇ બોરીસાગર બધા સાથે મળે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પરિવારો જે રાજકોટમાં વસે છે. તેને પધારવા રાજગોર બ્રાહ્મણ યુથ કલર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.