શનિવારે બીઆરટીએસના ઈતિહાસમાં સૌથી વધુ આવક નોંધાઈ: સાતમ-આઠમના તહેવારોમાં મોડીરાત સુધી બીઆરટીએસ બસ ચાલુ રાખવાની વિચારણા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે મહિલાઓને એક વિશિષ્ટ ભેટ આપવામાં આવી હતી. ગઈકાલે બીઆરટીએસ કે સિટી બસમાં મહિલાઓ માટે મફતમાં મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ૫૭૧૧૩ મહિલાઓએ સિટી બસ અને બીઆરટીએસમાં મફતમાં મુસાફરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલુ માસમાં બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરોની સંખ્યા અને આવકના રેકોર્ડ તુટયા છે. સાતમ-આઠમના તહેવારોમાં રાતના ૧૨ વાગ્યા સુધી બીઆરટીએસ સેવા ચાલુ રાખવાની વિચારણા પણ શ‚ કરવામાં આવી છે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે બીઆરટીએસ અને સીટી બસમાં મફતમાં મુસાફરીની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત સિટી બસમાં ૨૯,૪૭૩ મહિલાઓએ મફતમાં મુસાફરી કરી હતી. ગઈકાલે સિટી બસમાં કુલ ૩૯,૯૦૦ ટીકીટો ફાટી હતી. જેમાં ૭૬૧૫ ફુલ ટીકીટ, ૭૯૪ અડધી ટીકીટ, ૨૭૧ ફુલ પાસ અને ૧૭૪૭ ક્ધસેશન ટીકીટ હતી. કાલે આવક થવા પામી હતી. જયારે બીઆરટીએસમાં ૨૭,૬૪૦ મહિલાઓએ મફત મુસાફરી કરી હતી. ટોટલ ‚પિયા ૮૨,૨૭૬ની આવક થવા પામી છે. ૯૧૨૧ ફુલ ટીકીટ, ૧૦૯૯ અડધી ટીકીટ, ૧૦૫૨ ક્ધસેશન પાસ સહિત કુલ ૩૮૯૪૨ ટીકીટો ફાટી હતી.શહેરમાં આંતરીક પરિવહન માટે શ‚ કરવામાં આવેલી બીઆરટીએસ અને સીટી બસમાં સતત મુસાફરોની સંખ્યા વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી બીઆરટીએસમાં સરેરાશ દૈનિક ૨૦ હજાર લોકો મુસાફરી કરે છે. ગત શનિવારે બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા અને આવકનો રેકોર્ડ તુટયો હતો. તા.૧૧/૭/૨૦૧૬ના રોજ બીઆરટીએસમાં ૧૭,૧૭૫ લોકોએ મુસાફરી કરી હતી અને આવક થવા પામી હતી. આ રેકોર્ડ ગત શનિવારે તુટયો છે. ૨૪,૨૦૯ મુસાફરોએ બીઆરટીએસમાં મુસાફરી કરતા આવક થવા પામી છે. તો સીટી બસમાં પણ ગત ૩ઓગસ્ટના મુસાફરોની સંખ્યા અને આવકનો રેકોર્ડ તુટી ગયો છે. ૩જી ઓગસ્ટે ૩૮,૯૫૬ મુસાફરોએ સીટી બસમાં મુસાફરી કરી હતી અને મહાપાલિકાને ‚ા.૨,૭૦,૩૮૭ની આવક થવા પામી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સાતમ-આઠમના તહેવારોમાં શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર અનેક ખાનગી મેળાઓ યોજાતા હોય શહેરીજનો સુવિધા માટે સાતમ-આઠમના તહેવારોમાં બીઆરટીએસ બસ સેવા રાત્રીના ૧૦ને બદલે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવશે. આ અંગે ટુંકમાં સતાવાર જાહેરાત કરાશે.