Abtak Media Google News

સોમનાથમાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને ને રક્ષા સૂત્ર- રાખડી બાંધીને આશીર્વાદ શુભકામના  પાઠવતી બહેનો મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી  સોમનાથના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ માટે સોમનાથ ખાતે પધારતાં ગીર સોમનાથની બહેનોએ મુખ્યમંત્રીને આગામી રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી હતી .રક્ષાસૂત્ર રાખડી બાંધી નારીશક્તિએ મુખ્યમંત્રીને આશીર્વાદ પણ આપ્યા હતા.

આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવાર ને અનુલક્ષીને બહેનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી કુમકુમ તિલક કરી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને ગુજરાતનુ કલ્યાણ, સેવા, સુખાકારી અને નારી શક્તિના ઉત્કર્ષ -ગૌરવ ના હર હંમેશ પ્રયાસો, સિદ્ધિ અને સંવેદનશીલ નિર્ણયો અંગે શુભેચ્છા આપી સુખમય અને આરોગ્યપ્રદ જીવનની મંગલકારી પ્રાર્થના પણ કરી હતી.  સોમનાથ ખાતે આ શુભકામના શુભેચ્છા વેળાએ ભાજપા મહિલા મોરચાના પ્રમુખ  હેમીબેન જેઠવા તેમજ મહિલા અગ્રણીઓ સંગઠનના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.