લુધિયાણા: વાલ્મિકી સમાજની ભાવનાને ઠેંસ પહોચાડવાના એક કેસમાં લુધિયાણા કોર્ટે અભિનેત્રી રાખી સાવંતનું એરેસ્ટ વોરંટ ઈશ્યુ કર્યું છે. સોમવારે આ કેસમાં રાખીએ અદાલતમાં હાજર થવાનું હતુ પરંતુ મુંબઈથી તે લુધિયાણા કોર્ટમાં પહોચી ન હતી કોર્ટે તેની આગોતરા જામીન અરજી નકારી ધરપકડ વોરંટ ઈશ્યું કરી દીધું છે.જયુડિ. મેજીસ્ટ્રેટ વિશ્ર્વા ગુપ્તાએ આ કેસની સુનાવણી માટે આગામી તા.૬ સપ્ટેમ્બર મુકરર કરી છે.ઉલ્લેખનીય છે કે રાખી સાવંતએ એક ટોક શોમાં વાલ્મિકી વિશે વિવાદાસ્પદ વાત કરીને વાલ્મિકી સમાજની નારાજગી વહોરી લીધી હતી.
રાખી સાવંતનું આવી બન્યું: કોર્ટનું એરેસ્ટ વોરન્ટ
Previous Articleમામુજાન સલમાન ખાન ઘોડો બન્યા ને ભાંજા આહિલે કરી સવારી
Next Article ત્વચા આકર્ષક બનાવવા પુરૂષોએ શું કરવું?