મુઠ્ઠી મે હે તકદીર હમારી…હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ….
સેતુ ફાઉન્ડેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોના હાથે બનેલી અફલાતૂન રખડીઓની ધૂમ માંગ
દિવ્યાંગતા ને કુદરતનો અભિષાપ ગણિ પરાવલંબી જીવન જીવવાના બદલે પુરુષાર્થ અને કંઈક કરવાની ધગસ્ ખૂબ સારા પરિણામો સર્જે છે તે સાબિત કરી બતાવ્યું છે.રાજકોટ શહેરમાં સેતુ ફાઉન્ડેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોએ. દિવ્યાંગ બાળકો દ્વારા રચનાત્મક પ્રવૃત્તિ થકી મહેનતની કમાણી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું છે.સેતુ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિવ્યાંગો દ્વારા કરવામાં આવેલી રચનાત્મક પ્રવૃત્તિઓમાં વિવિધ પ્રકારની રાખડીઓનું સર્જન કર્યું છે .દિવ્યાંગ બાળકોએ કુદરતને પોતાની દિવ્યંતાનો દોષ આપવાના બદલે અપના હાથ જગન્નાથ અને મહેનતનું કેવું ફળ મળે ? તે દુનિયાને બતાવ્યું છે .12 જેટલા દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ રાખડીઓ દ્વારા કમાણી કરીને દિવ્યાંગ બાળકોએ સમાજને એ સંદેશો આપ્યો છે કે માણસ ધારે તો શું ન કરી શકે..5000 રાખડી બનાવવાનો ટાર્ગેટ આ બાળકોએ રાખ્યો છે તેની સામે 3500 રાખડી તેઓ બનાવી ચુક્યા છે.
દિવ્યાંગ બાળકોમાં આત્મ વિશ્વાસ વધે અને બાળકો આત્મનિર્ભર બને તે જ મુખ્ય ઉદ્દેશ્ય: જાગૃતિબેન ગણાત્રા(સેતુ ફાઉન્ડેશન ટ્રસ્ટ)
સેતુ ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક જાગૃતિબેન ગણાત્રાએ અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જ્યારે આ સંસ્થા શરૂ કરી ત્યારે માત્ર દિવ્યાંગ બાળકોની ખુશી માટે જ કરી હતી .પરંતુ બાદમાં અમને વિચાર આવ્યો કે તેઓ આત્મનિર્ભર બને અને તેમનામાં આત્મ વિશ્વાસ વધે તે માટે તેઓને કંઈક ને કઈક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખીએ, શિયાળામાં જીજરા ફોલવાનું લેબર વર્ક, નવરાત્રીમાં ગરબા તેમજ દિવડા બનાવવા તેમજ રક્ષા બંધન નિમિતે રાખડી બનાવવાની શરૂઆત કરાવી હતી.અત્યારે કુલ 18 દિવ્યાંગ બાળકો છે જેમાંથી 12 બાળકો અત્યારે તમામ કામો કરવા સક્ષમ છે.5000 રાખડીઓ બનાવવાનો અમારો ટાર્ગેટ છે જેમાંથી 3500 રાખડી બાળકો બનાવી ચુક્યા છે.હાલમાં બળકોમા આત્મ વિશ્વાસ વધે અને આત્મનિર્ભર તેઓ બને તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
મોતી, ઝૂમખાં અને ડાયમંડ વાળી રાખડીઓ અમે બનાવી: પાર્થ
મનો દિવ્યાંગ બાળક પાર્થે અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને રાખડી બનાવવી ખૂબ જ ગમે છે.છેલ્લા 5 વર્ષથી અમે રાખડી બનાવી રહ્યાં છીએ.મોતી, ઝૂમખાં અને ડાયમંડ વાળી રાખડીઓ અમે બનાવી છે.
12 દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર 3500 રાખડીઓ બનાવી રાખડીમાંથી થતી આવક દિવ્યાંગ બાળકોના ખાતામાં જમા થશે
દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી ખરીદી ખૂબ જ આનંદ મળ્યો : દીપ્તિ વ્યાસ (શહેરીજન)
દીપ્તિ વ્યાસે અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સેતુ ફાઉન્ડેશનમાં હું રાખડી ખરીદવા આવી છું .મને અંદરથી ખૂબ ખુશી થાય છે કે દિવ્યાંગ બાળકો આટલી સારી રાખડી બનાવી શકે છે .વ્યક્તિ ધારે તો શું ન કરી શકે ? એ આ બાળકોએ કરી બતાવ્યું છે.આપણે આ બાળકોએ બનાવેલ રાખડીઓ ખરીદી તેમનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ.
દિવ્યાંગ બાળકોની દવાઓ તેમજ શિક્ષણ માટે રાખડીઓ ખરીદવી જોઈએ : કામીનીબેન ( શહેરીજન)
કામીની બહેને જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોને સપોર્ટ કરવાથી તેઓનો આત્મવિશ્વાસ વધે છે.બજારમાં જે રાખડીઓ મળે છે તેનાથી પણ સુંદર રાખડીઓ બાળકોએ બનાવી છે.આજે મેં આ રાખડી ખરીદી છે અને અન્ય લોકોને પણ હું વિનંતી કરીશ કે આ રાખડીઓ માંથી થતી આવક આ દિવ્યાંગ બાળકોની દવાઓમાં તેમજ તેમના શિક્ષણ માટે વાપરવામા આવે છે તો આપ આ રાખડિયો જરૂર ખરીદો.
સક્ષમ વ્યક્તિ ન કરી શકે તે દિવ્યાંગ બાળકોએ કરી બતાવ્યું: ઋષિ મહેતા (શહેરીજન)
જ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવતા ઋષિ મહેતા સેતું ફાઉન્ડેશન ખાતે રખડીઓ ખરીદી કરવા પોહચ્યા હતા.ઋષિ મહેતા એ જણાવ્યું હતું કે અમે દર વર્ષે સલ્મ વિસ્તારોમાં બાળકોને રાખડી તેમજ મીઠાઈ વિતરણ કરીએ છીએ.આ વર્ષે અમે સેતુ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના બાળકો એ જે રાખડીઓ બનાવી તે રાખડીઓ લીધી છે.એક સક્ષમ વ્યક્તિ પોતાના કામ કરવામાં આળસ કરે છે પરંતુ આ બાળકો દિવ્યાંગ હોવા છતાં જોમ જુસ્સા સાથે ખુબજ સુંદર રાખડિયો તૈયાર કરી રહ્યાં છે.આ તમામ બાળકોને આપણે ખૂબ સપોર્ટ કરવો જોઈએ.